ETV Bharat / city

ભાજપમાં ભરતી કાયમી કે હંગામી, હોંશે હોંશે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો આજે કોરાણે મૂકાયા - Sideline Congress Leaders

કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી (Congress MLA Harshad Ribadiya resigns) હવે ભાજપમાં જોડાઈ ગયા છે. આ પહેલા પણ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને અનેક ધારાસભ્યો ભાજપનો (Congress Leaders joins BJP) ખેસ ધારણ કરી ચૂક્યા છે. પરંતુ હવે આ તમામ ધારાસભ્યો પક્ષમાં દર કિનાર એટલે કે સાઈડલાઈન થતા હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપમાં ભરતી કાયમી કે હંગામી, હોંશે હોંશે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો આજે કોરાણે મૂકાયા

author img

By

Published : Oct 6, 2022, 2:41 PM IST

જૂનાગઢ કૉંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાં અને ભાજપમાં ધારાસભ્યોનો ભરતી મેળો. આ પ્રકારના રાજકીય કાર્યક્રમ (Junagadh Political News) છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતની રાજનીતિના કેન્દ્ર અને ચર્ચામાં રહ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર રાજ્યસભાની ચૂંટણીથી (rajya sabha election) શરૂ થયો હતો. રાજીનામું આપવું અને ત્યારબાદ સત્તાધારી ભાજપમાં જોડાવાનો ઘટનાક્રમ હજી પણ જોવા (Harshad Ribadiya joins BJP) મળી રહ્યો છે.

પૂર્વ કોંગી નેતાઓ ભાજપમાં સાઈડલાઈન વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું (Congress MLA Harshad Ribadiya resigns) આપ્યું છે અને આજે તેઓ ભાજપમાં જોડાઈ જશે ત્યારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા મોટા ભાગના ધારાસભ્યો આજે પક્ષમાં દર કિનાર એટલે કે સાઈડલાઈન થતા હોય તેવું જોવા મળે છે.

પૂર્વ કોંગી નેતાઓ ભાજપમાં સાઈડલાઈન
પૂર્વ કોંગી નેતાઓ ભાજપમાં સાઈડલાઈન

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના કેસરિયા જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા (visavadar assembly constituency) બેઠક પરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મંગળવારે ધારાસભ્ય પદ અને કૉંગ્રેસમાંથી રાજીનામું (Congress MLA Harshad Ribadiya resigns) આપીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજે તેઓ ભાજપમાં પણ જોડાઈ (Harshad Ribadiya joins BJP) ગયા હતા.

રાજકીય ઘટનાક્રમ આ રીતે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયના રાજકીય ઇતિહાસ (Junagadh Political News) પર નજર કરીએ, તો કૉંગ્રેસના ધારાસભ્યોનું રાજીનામું આપવું અને ત્યારબાદ ભાજપમાં સામેલ થવું આ પ્રકારનો નાટકીય રાજકીય ઘટનાક્રમ સતત ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને (Gujarat Assembly Elections 2022) હવે 90 દિવસ કરતા ઓછો સમય છે. આવા સમયે પણ કૉંગ્રેસના ધારાસભ્યનું પદ અને પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો ઘટનાક્રમ હજી જોવા મળે છે. બની શકે રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ મિનિટો સુધી આ પ્રકારની રાજકીય ઉથલપાથલ અને નાટકીય ઘટનાક્રમ જોવા મળશે.

રાજકીય વિશ્લેષકોના મતે ભાજપમાં ગયેલા કૉંગ્રેસના ધારાસભ્યોની હાલત ખરાબ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ધારાસભ્યનું ભાજપમાં સામેલ થવાના આ રાજકીય (Junagadh Political News) નાટ્યાત્મક ઘટનાક્રમને રાજકીય વિશ્લેષકો નેતાઓ માટે નુકસાનકારક માની રહ્યા છે. ધીરૂ પૂરોહિત અને મનોજ રૂપારેલી આ પ્રકારના રાજકીય ઘટનાક્રમ કે, જે નાટયાત્મક રીતે સતત ઘટતા જોવા મળે છે. તેના કારણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા મોટા ભાગના ધારાસભ્યો આજે પક્ષમાં કોરાણે જોવા મળી રહ્યા છે.

કાર્યકર્તાઓમાં અસંતોષ ભાજપનો સામાન્ય કાર્યકર્તાથી લઈને નેતા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આજે પણ સહજ રીતે સ્વીકારી શકતા નથી. આ પ્રકારની રાજકીય પરિસ્થિતિ કોઈ પણ પક્ષમાં સ્વાભાવિક જોવા મળે છે. કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યકર્તા પોતાના પક્ષના નેતાને આગળ કરવા માટે અને તેને ચૂંટણી (Gujarat Assembly Elections 2022) જીતાડવા માટે મહેનત કરતો હોય છે, પરંતુ અન્ય રાજકીય પક્ષોમાંથી આવીને સીધા ઉમેદવાર બની જાય અને તેના માટે ભાજપના પાયાના કાર્યકરોએ ચૂંટણી પ્રચારથી લઈને તે ઉમેદવારને જીતાડવાની મહેનત કરવી પડે તેને લઈને કાર્યકરોમાં આજે પણ અસંતોષ જોવા મળે છે.

કુંવરજી બાવળિયા સહિત અનેક નેતાઓ હાલ કોરાણે મૂકાયા જસદણ બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય કુવરજી બાવળિયા (Kunvarji Bavaliya) કોળી સમાજમાં ખૂબ દબદબો ધરાવતા હતા. તેમણે ધારાસભ્ય પદ અને કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારબાદ વિજય રૂપાણી પ્રધાન પરિષદમાં કેબિનેટ પ્રધાન તરીકે પણ એક વર્ષ જેટલા સમયમાં સેવાઓ આપી તેવી જ રીતે કૉંગ્રેસના માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા તેમને પણ કેબિનેટ પ્રધાનનું પદ આપવામા આવ્યું. તેવી જ રીતે હકુભા જાડેજા પણ ભાજપમાં જોડાયા અને પ્રધાનનું પદ મેળવ્યું હાલ તેવો ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યા છે. તો અલ્પેશ ઠાકોર (alpesh thakor) અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, પરંતુ તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.

કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો આજે પક્ષમાં કોરાણે કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારીના ધારાસભ્ય જયસુખ કાકડિયાને પ્રધાનમંડળમાં પ્રધાનમું પદ મળતા રહી ગયું. તો મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આજે સરકારમાં રાજ્ય પ્રધાનના પદ પર કામ કરી રહ્યા છે. બીજી તરફ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ આજે રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ ગઢડા અનુસૂચિત જાતિ માટે સુરક્ષિત બેઠકના ધારાસભ્ય પ્રવિણ મારૂ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને હાલ પૂર્વ ધારાસભ્ય તરીકે જોવા મળે છે.

આ ધારાસભ્યો રાજકીય ગલિયારોમાં પોતાને છુપાવી રહ્યા છે આ જ રીતે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા પણ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આજે તેઓ ધારાસભ્ય છે, પરંતુ તેઓ રાજકીય જીવનમાં નિષ્ક્રિય થયા હોય તે પ્રકારે જાહેરમાં ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. જામનગર ગ્રામ્યના વલ્લભ ધારવિયા પણ આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પોતાની જાતને રાજકીય ગલીયારાઓમાં છુપાવી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પર લટકી રહી છે તલવાર કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયો કરનારા મોટા ભાગના ધારાસભ્યો આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભાજપના ઉમેદવાર બનશે કે, કેમ તેને લઈને પણ અનેક અનિશ્ચિતતાઓ ઊભી થઈ રહી છે. જેતે સમયે કૉંગ્રેસને રામરામ કરીને ભાજપનો ભગવો ધારણ કરનાર આ ધારાસભ્યો માથે આજે ટિકિટ નહીં મળવાની તલવાર સતત લટકી રહી છે. આવા સમયે હર્ષદ રિબડીયા ભાજપમાં (Harshad Ribadiya joins BJP) જોડાયા છે. ત્યારે તેમને ટિકિટ મળશે કે, કેમ અને જો મળી જાય તો 90 દિવસની અંદર ભાજપનો કાર્યકર હર્ષદ રિબડીયાને ફરીથી ધારાસભ્ય બનાવી શકવા માટે કેટલી મહેનત કરશે તે ચૂંટણી પરિણામના દિવસે સામે આવશે.

કૉંગ્રેસમાં પરત આવવું છે પણ દરવાજો બંધ તો કોળી આગેવાન અને પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) પણ હવે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. સમાજને સંગઠિત કરીને પોતાની તાકાત ફરી એક વખત ભાજપ પર અજમાવવા માગે છે. કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) પણ કોઈ પણ ભોગે પોતાનો રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ લડી રહ્યા છે. તો સોમાભાઈ પટેલ પણ હવે કૉંગ્રેસના દરવાજા ખટખટાવી આવી રહ્યા છે, પરંતુ અંદરથી દરવાજો ખોલનારા પક્ષનો સામાન્ય કાર્યકર્તા જવાબ આપી રહ્યો નથી. આ જ પ્રકારની પરિસ્થિતિ ગઢડાના પ્રવીણ મારુની પણ જોવા મળે છે.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો મુકાશે કોરાણે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામો જાહેર કરાશે. તે પૈકીના કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોના નામે તલવાર લટકી રહી છે. કેટલાક ધારાસભ્યો હાલ રાજ્ય સરકારમાં પ્રધાન પદ ભોગવી રહ્યા છે, પરંતુ તેમની વિધાનસભાની ટિકિટ કપાવાની પૂરી શક્યતાઓ છે. તો કેટલાક ધારાસભ્યો આજે પક્ષમાં ધારાસભ્ય તરીકે જોવા મળે છે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તેમને ફરીથી ઉમેદવાર બનાવશે કે, કેમ તેને લઈને ગુઢ સવાલો ઊભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.