જૂનાગઢ : હરિ અને હરની ભૂમિ તરીકે સોમનાથને (Somnath Temple Shravan Month) આદિ અનાદિ કાળથી ઓળખવામાં આવે છે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમેશ્વર મહાદેવ અહીં સાક્ષાત (Shri Banganga Shivling) બિરાજમાન છે અને તેના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા હોય છે. મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છે, ત્યારે સોમનાથ મંદિરના તટે આવેલા શ્રી બાણ ગંગા મહાદેવ પણ શિવભક્તોમા આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો : સોમવારથી પ્રારંભ થયેલો શ્રાવણ માસ સોમવારે થયો પૂર્ણ
સોમનાથ દર્શન કરવા આવતા મોટા ભાગના ભાવિકો અહીં શ્રી બાણગંગા શિવલિંગના (Shri Banganga Shivling) દર્શન કરવા માટે અચૂક આવે છે. આ શિવલિંગ દરિયાની વચ્ચે આવેલું છે. તેમજ સતત દરિયાદેવ તેને અભિષેક પણ કરે છે, ત્યારે શ્રાવણ માસમાં આ શિવલિંગના દર્શન કરીને ભાવિ ભક્તો (Shravan Month 2022) પોતાની જાતને ધન્ય કરે છે. શ્રી બાણગંગા શિવલિંગ ભગવાન કૃષ્ણના પૃથ્વી પરથી પરલોક સીધાવવાને લઈને પણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાનક પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં માનવામાં આવે છે.
આ પણ વાંચો : મેંદરડા નજીક પવિત્ર શ્રાવણ માસમાં ઓમકારેશ્વર મહાદેવની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા
બાણગંગા શિવલિંગનું રહસ્ય - કૃષ્ણકાલીન સમયની ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભાલકાતીર્થમાં વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે આજ સમુદ્ર કિનારેથી જરા નામના પારધીએ વિશ્રામ કરી રહેલા શ્રી હરિ કૃષ્ણને મૃગ સમજીને બાણમાંથી તીર છોડ્યું હતું. જે શ્રી હરિકૃષ્ણને પ્રાણ ત્યાગવા માટેનુ માધ્યમ બન્યુ પારધીએ તીર છોડ્યા બાદ તે મૃગને પકડવા માટે (Lord among the seas) ભાલકાતીર્થ પહોંચે છે, તો ત્યાં યોગ પીતાંબર ધારી શ્રીકૃષ્ણના દર્શન થાય છે. શ્રીકૃષ્ણને તીર માર્યું હોવાનું દુખ વ્યક્ત કરતા શ્રી હરિએ પારધીને આશ્વાસન આપતા જણાવ્યું કે આ તેમની ઈચ્છાથી થઈ રહ્યું છે. તેમ કહીને અહીંથી પરમધામમાં પ્રયાણ કરી ગયા ત્યારથી શ્રી બાણગંગા શિવલિંગ પણ ભક્તોમાં ખૂબ આસ્થાનું કેન્દ્ર બને છે.