જૂનાગઢ હાલ શ્રાધ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સનાતન હિન્દુ ધર્મમાં પવિત્ર ઘાટ, સરોવર અને નદીમાં શ્રાદ્ધ વિધિ કરવાનો સૂચવવામાં આવ્યું છે, ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ (Damodar Kund in Junagadh) સનાતન હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પર્વ માટે ખૂબ જાણીતો છે. જેને લઈને ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. તો બીજી તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જનનો સાક્ષી પણ પવિત્ર દામોદર કુંડ બન્યો હતો. (Shraddha Parva Significance)
દામોદર કુંડનું ધાર્મિક મહત્વ ભવનાથની ગીરી તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ પિતૃ તર્પણ માટે સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્થળ તરીકે આજે પણ પૂજાય રહ્યો છે. તર્પણ વિધિ કોઈ પણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના ઘાટ, સરોવર કે નદીમાં કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળતો હોય છે. તેવી આપણા સનાતન હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. જ્યારે શ્રાદ્ધ પર્વમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના પિતૃઓના આત્માના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરતા હોય છે. જેનું સાક્ષી ગીરી તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ આદિ અનાદિ કાળથી બની રહ્યો છે.
કાળીયા ઠાકરની ભક્તિમાં લીન ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળતો હોય છે. તેવી પવિત્ર ધાર્મિક માન્યતાની વચ્ચે દામોદર કુંડ શ્રાદ્ધ પર્વમાં ભાવિકો માટે ખૂબ વિશેષ બની રહ્યો છે. ગીરી તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડનું ધાર્મિક મહત્વ ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતા કાળમાં પ્રમાણિત કર્યું છે. કાળીયા ઠાકરની ભક્તિમાં લીન બનેલા નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સ્વયમ શ્રી હરિકૃષ્ણએ નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરીને દામોદર કુંડ ખાતે કર્યું હોવાની ધાર્મિક વાયકા આજે પણ પ્રચલિત છે. (damodar kund history)
પિતૃઓના મોક્ષાર્થે ભાવિકો આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન ભારત વર્ષમાં બે જગ્યા પર કરવામાં આવ્યું હતું. જેમાં દામોદર કુંડ ગંગા નદી બાદ બીજા સ્થાન તરીકે પસંદ થયો હતો. તેમજ બાપુના અસ્થિઓનું વિસર્જન ગંગા નદી બાદ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું. આટલું ધાર્મિક મહત્વ ધરાવતા દામોદર કુંડમાં આજે શ્રાદ્ધ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરતાં જોવા મળ્યા હતા. (Shraddha Parva Significance on Damodar Kund)