જૂનાગઢ: આજે શનિ જયંતિ અને સોમવતી અમાસનો (Shani Jayanti 2022) સુમેળ ભર્યો સંગમ યોજાયો છે. હિન્દુ ધર્મગ્રંથો અને સંસ્કૃતિમાં સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વને ખૂબ લાભદાયક માનવામાં આવ્યું છે. આજે સોમવતી અમાસની સાથે શનિ મહારાજની પાવનકારી જયંતિ મનાવવામાં આવી રહી છે. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજ તેલ અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક (Shani Temple Gujarat) કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે પૂજા (Shani Pooja At Temple) કરી રહ્યા છે. શનિ જયંતિના પાવન પર્વે શનિ મહારાજ પર કરવામાં આવેલા અભિષેકથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાને કારણે પણ શનિ ભક્તો માટે શનિ જયંતીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા
પૂજા-દર્શન નું ધાર્મિક મહત્વ: આજના શનિ જયંતીના પાવન પર્વે શનિ મહારાજના દર્શન પૂજન અને અભિષેકથી પ્રત્યેક વ્યક્તિ અને પરિવાર પર આવેલા કષ્ટોનું નિરાકરણ થતું હોય છે. જેને કારણે પણ શનિ જયંતીનો તહેવાર શનિ ભક્તો માટે ખૂબ જ મહત્વનો અને પાવનકારી માનવામાં આવે છે. જૂનાગઢમાં આવેલા શનિ મંદિરોમાં ભક્તો એ કષ્ટોને દુર કરનારા શનિ મહારાજના દર્શન અને અભિષેક કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
કષ્ટોનું નિરાકરણ: હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ શનિ જયંતિના પાવનકારી દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી પ્રત્યેક વ્યક્તિ અને પરિવારમાં આવેલા કષ્ટો નું નિરાકરણ થાય છે. પ્રત્યેક વ્યક્તિ અને પરિવારનું જીવન હર્ષ ઉલ્લાસ ભર્યું બનતું જોવા મળે છે. જેને લઇને પણ શનિ જયંતિના પાવન પર્વે શનિ મહારાજના દર્શન અને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરવાનું ખાસ મહત્વ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શનિ જયંતિના પાવન પર્વે શનિ મહારાજ ને પ્રિય એવા આંકડાના પુષ્પ આંકડા નું ફળ અને એના પર્ણ થી બનેલી પુષ્પમાળા અર્પણ કરવાની ધાર્મિક પરંપરા છે.
આ પણ વાંચો: ભાજપની નીતિ યુવાનોને આતંકવાદમાં ધકેલી રહી છેઃ મહેબૂબા
પુષ્પમાળાઓ અર્પણ: આજના પાવન પ્રસંગે શનિ મહારાજ પર સરસવનું તેલ અને અડદ નો અભિષેક કરવાથી પણ ખૂબ પુણ્યશાળી ફળ મળતું હોવાનું ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રંથોમાં કરેલા એક ઉલ્લખ મુજબ આજના દિવસે છે પ્રત્યેક શનિભક્ત સરસવનું તેલ અડદ અને આંકડાથી બનેલી પુષ્પમાળાઓ અર્પણ કરે છે. આજના દિવસે પ્રત્યેક શનિ ભક્ત પોતાની ધાર્મિક આસ્થા અને ઇચ્છાનુસાર શનિ ચાલીસાના પાઠ કરીને પણ કષ્ટોને હરનારા શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે.