- ભવનાથની ગીરી તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં કરાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી
- બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિ પર કરાયા તિરંગા પુષ્પનો શણગાર
- ભારતી બાપુના સેવકોએ પુષ્પોથી સમાધિ સ્થળ પર રચ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
જૂનાગઢ: આજે રાષ્ટ્ર તેનો 75 મો સ્વાતંત્ર પર્વ (75th Independence Day) મનાવી રહ્યો છે, ત્યારે ભવનાથ (Bhavnath) ની તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતી આશ્રમના બ્રહ્મલીન મહંત મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિ પર તેમના સેવકોએ તિરંગા પુષ્પનો શણગાર કરીને તેમને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પી હતી. પાછલા કેટલાય વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતી બાપુની ગેર હાજરીમાં રાષ્ટ્રના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં સેવકોએ મહામંડલેશ્વર ભારતી બાપુને અશ્રુભીની આંખે યાદ કરીને રાષ્ટ્રના સ્વાતંત્ર પર્વ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પણ વાંચો: પંચમહાલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનીની ઉપસ્થિતીમાં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી
ભારતી આશ્રમના સેવકો દ્વારા પુષ્પોમાંથી રાષ્ટ્રધ્વજનું કરાયું નિર્માણ
ભારતી આશ્રમના સેવકો દ્વારા પીળા, સફેદ અને મોરપંખ રંગના પુષ્પો અને પર્ણોની મદદથી ભારતી આશ્રમમાં આવેલી બાપુની સમાધિ પર તિરંગાનો શણગાર કરીને આજે રવિવારે ભારતી બાપુને યાદ કર્યા હતા. દર વર્ષે રાષ્ટ્રીય પર્વને લઇને ભારતી બાપુ આશ્રમમાં ઉપસ્થિત હોય છે અને રાષ્ટ્રના નિર્માણમાં અને વિકાસને લઇને તેમના સેવકો સાથે ચર્ચાઓ કરતા હોય છે પરંતુ થોડા જ મહિના અગાઉ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે. આજે પ્રથમ વખત તેમની ગેરહાજરીમાં તેમના સેવકો દ્વારા ભારતી બાપુની સમાધિ પર પુષ્પોથી તિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રના સ્વાતંત્ર પર્વ તેમને યાદ કર્યા હતા.
આ પણ વાંચો: આઝાદી કા અમૃત મહોત્સવ: વડોદરાના કલાકારે 110 કિલો ફૂલોથી ભારતનો નક્શો તૈયાર કર્યો