- કોરોના સંક્રમણ કાળમાં સક્કરબાગ 45 દિવસ સુધી બીજી વખત બંધ રખાયું હતું
- આ વખતે હરણ અને સરિસૃપો એકસાથે જોવા મળશે
- પ્રવાસીઓનો સરકારની ગાઈડલાઈન અને આરોગ્ય વિભાગના દિશાનિર્દેશો અનુસાર પ્રવેશ
જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળના બીજા તબક્કામાં 45 દિવસ બંધ રહ્યા બાદ આજે ગુરૂવારના રોજ ફરી એક વખત જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખોલવામાં આવ્યું છે. ગુરુવારે સવારના 8 કલાકથી સાંજના 5 કલાક સુધીની મુલાકાતે આવેલા પ્રત્યેક પ્રવાસીને સરકારની ગાઈડલાઈન અને આરોગ્ય વિભાગના દિશાનિર્દેશો અનુસાર પ્રવેશ આપવામાં આવશે. બપોરના ત્રણ કલાક દરમિયાન 250 કરતાં વધુ પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત કરી છે કે, આગામી દિવસોમાં ક્રમશઃ વધારો થતો જોવા મળશે જેને કારણે પ્રવાસન ધીમે ધીમે જૂનાગઢમાં વેગવંતુ બનતું જોવા મળશે.
આ પણ વાંચો: જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ફરી ખુલશે, સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત
આ વખતે હરણ અને સરીસૃપ વર્ગને એકસાથે જોવાનો લાહવો પ્રવાસીઓ મેળવી શકશે
બીજા તબક્કામાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયને બંધ કરાયું હતું, ત્યારે સરીસૃપ અને હરણ વિભાગના પ્રાણીઓ અલગ અલગ વિભાગમાં જોવા મળતા હતા. જેમાં આ વખતે ફેરફાર કરીને હરણ અને સરીસૃપ વર્ગના સાપ સહિત અન્ય જંગલી પ્રાણીઓ એક સાથે જોવા મળશે. જેનો લ્હાવો પણ પ્રાણીસંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓને ચોક્કસપણે મળશે. આગામી દિવસોમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે, જેને લઈને પ્રવાસન ઉદ્યોગ પણ હવે ખીલી શકવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢમાં આવેલા પ્રવાસન સ્થળો અને ખાસ કરીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રત્યેક પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં મોટો વધારો થવાની પણ શક્યતાઓ વન વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.