ETV Bharat / city

વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સકરબાગ ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ

2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી (Wildlife Week ) થઈ રહી છે. જે અંતર્ગત જૂનાગઢમાં આવેલા એશિયાના સૌથી જૂના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રત્યેક પ્રવાસીને વિનામૂલ્ય પ્રવેશ (Sakkarbag Zoo Free entry during Wildlife Week ) આપવામાં આવી રહ્યો છે. જેને લઇને પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પ્રમાણમાં પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે.

વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સકરબાગ ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ
વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સકરબાગ ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ
author img

By

Published : Oct 7, 2022, 9:59 PM IST

જૂનાગઢ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી (Wildlife Week ) દર વર્ષે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ માં આવેલા અને એશિયાના સૌથી જૂના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ તેની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન સકરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbag Zoo Free entry during Wildlife Week ) ની મુલાકાતે આવનાર પ્રત્યેક પ્રવાસીને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનો પ્રવાસીઓએ ખૂબ લાભ લેતા જોવા મળી રહ્યા છે.

પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પ્રમાણમાં પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે

પ્રવાસીઓની સંખ્યા વધી સામાન્ય દિવસો કરતા આ એક સપ્તાહ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. સકરબાગમાં આવેલા દેશ અને વિદેશના પશુ પક્ષી અને પ્રાણીઓને નિહાળીને પ્રવાસીઓ સમગ્ર વિશ્વની વન્યજીવ સૃષ્ટિથી માહિતગાર બની રહ્યા છે જેમાં સકરબાગ ઝૂ પ્રશાસન મહત્વની કામગીરી કરી રહ્યું છે.

પ્રવાસીઓને જીવ સૃષ્ટિથી માહિતગાર કરવાનો પ્રયાસ વન્યજીવ પ્રાણી સપ્તાહ ઉજવવા પાછળનો રાજ્ય અને વન વિભાગનો ધ્યેય પ્રવાસીઓ વન્યજીવ સૃષ્ટિને એકદમ નજીકથી જાણી જોઈ અને માણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. પ્રત્યેક વ્યક્તિ દેશ અને વિદેશના પશુ પક્ષી અને પ્રાણીઓને બિલકુલ સહજતાથી જોઈ શકે તેમજ ઝૂમાં રહેલા પ્રાણીઓની વર્તણૂકને પોતાની નજર સામે નિહાળીને વન્ય જીવ સૃષ્ટિ આપણી જીવન શૃંખલા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે તે અંગેની જાત માહિતી પ્રાપ્ત કરી શકે તે માટે વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

વિશેષ જાણકારી મળી રહે તે હેતુ વધુમાં આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને શાળા અને કોલેજના બાળકોને વન્યજીવ સૃષ્ટિ અંગેની વિશેષ જાણકારી મળી રહે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરાવામા આવી છે. લોકોના મનમાં રહેલો વન્ય જીવ પ્રાણી અને સૃષ્ટિનો ડર દૂર અને ઓછો થાય તે માટે પણ આ પ્રાણી સપ્તાહની ઉજવણી (Wildlife Week ) મહત્વ રાખી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.