ETV Bharat / city

પરિક્રમા રદ થઈ હોવાથી ભવનાથની તળેટીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમા માર્ગનું સાધુ-સંતોએ કર્યું પૂજન - લીલી પરિક્રમા

કોરોના વાઈરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષે અનેક મોટા તહેવારે અને આયોજનો રદ કરાયા છે, ત્યારે જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પણ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. તેવામાં સાધુ સંતો દ્વારા ગિરનાર તળેટીમાં પ્રતિકાત્મક રીતે ધાર્મિક વિધીવત રીતે માર્ગનું પૂજન કરવામાં આવ્યું હતું.

Junagadh
Junagdh
author img

By

Published : Nov 26, 2020, 8:27 AM IST

  • કોરોનાને કારણે રદ થઈ ગિરનારની લીલી પરિક્રમા
  • ગિરનાર મંડળના સાધુ-સંતોએ પરિક્રમા માર્ગનું પૂજન કરીને પ્રતિકાત્મક પરિક્રમા કરી
  • પ્રતિકાત્મક પૂજનમાં ગિરનાર મંડળના સાધુ સંતો અને મનપાના અધિકારીઓ જોડાયા

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવેલી ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક શુકન સાચવવા માટે ગિરનારના સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પૂજન કરીને વિધિવત રીતે પરિક્રમાને ધાર્મિક દ્રષ્ટિએ શરૂ કરાવવામાં આવી હતી.

પરિક્રમા રદ થઈ હોવાથી ભવનાથની તળેટીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમા માર્ગનુ સાધુ-સંતોએ કર્યું પૂજન
પ્રતિકાત્મક પરિક્રમા માટે કરાઈ ધાર્મિક પૂજા

કોરોના સંક્રમણને કારણે પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. જેની જાહેરાત ગત્ત શનિવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કરી હતી. સરકાર દ્વારા પરિક્રમાને રદ કરવામાં આવી હતી, પરંતુ ધાર્મિક તિથિ અને વિધિવિધાન સાથે કોઈપણ હિન્દુ ધાર્મિક કાર્યને વિધિ વિના પૂર્ણ કરવામાં આવે તેવું આજદિન સુધી બન્યુ નથી, ત્યારે કારતક સુદ અગિયારસના દિવસે રાત્રે વિધિવત રીતે પ્રતિકાત્મક પરિક્રમા ધાર્મિક નિયમ મુજબ શરૂ કરવામાં આવી હતી. આ માર્ગ પર ગીરનાર સાધુ સંતોએ પૂજન વિધિ કરીને પ્રતિકાત્મક ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરિક્રમા રૂટની પૂજા કરી હતી.

ઘણા વર્ષો બાદ પરિક્રમા રદ કરાઈ

જૂનાગઢમાં આયોજિત ગિરનારની લીલી પરિક્રમા અનેક વખત રદ થઇ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે. નવાબી શાસન દરમિયાન અને વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિમાં પરિક્રમા રદ થઈ હતી. વૈશ્વિક મહામારીના સમયમાં પણ કેટલાક કિસ્સાઓમાં પરિક્રમાને રદ કરવામાં આવી હોવાના પુરાવા છે, ત્યારે આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી સંક્રમિત બન્યું હોવાથી પરિસ્થિતિને ધ્યાને રાખી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.