આજે સમગ્ર રાષ્ટ્ર આઝાદીની ચળવળના લડવૈયા લોહપુરુષ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે. આજના દિવસે સમગ્ર રાષ્ટ્રમાં 'એકતા દિવસ'ની ઉજવણી થઈ રહી છે. જેના અંતર્ગત જૂનાગઢમાં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે જૂનાગઢની ગર્લ્સ હાઈસ્કૂલના મેદાનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા માટે શપથ લીધા હતા અને ત્યારબાદ જિલ્લાના અધિકારીઓએ એકતા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.