- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 30,000 કરતાં વધુ કેરીના બોક્સની આવક
- વાવાઝોડા બાદ કેરી ખરી પડતાં આવકમાં તોતિંગ વધારો
- વાવાઝોડાની અસર જોવા મળી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં
- એક જ દિવસમાં કેરીના 30,000 બોક્સની આવક
- 50 રૂપિયાથી લઈને પ્રતિ 10 કિલોના ઊંચા ભાવમાં 200 રૂપિયા બોલાયાજૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં થઇ 30 હજાર કરતાં વધુ કેરીના બોક્સની આવક
જૂનાગઢઃ વાવાઝોડા બાદની અસરોને ધ્યાને રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ગુરુવારે એક જ દિવસમાં કેસર કેરીના 10 કિલોના બોક્સની 30,000 કરતાં વધુની આવક થઈ છે. જેને લઇને જૂનાગઢનો માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઉભરાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારની આવકની અપેક્ષા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની દલાલી સાથે સંકળાયેલા વેપારીઓને પણ અંદાજવામાં આવી નહોતી. વાવાઝોડાની અસરને પગલે ખૂબ પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીઓ ખરી પડી છે. જેને કારણે આ આવક થઈ રહી છે.
કેરીની આવકને પગલે બજાર ભાવમાં પણ જોવા મળ્યો મસ મોટો ઘટાડો
વાવાઝોડાની અસરને કારણે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં ખરી પડી છે. કેરીની આવકમાં ખૂબ મોટો વધારો થતાં તેની વિપરીત અસર કરીના બજાર ભાવો પર પણ થઈ રહી છે. એક અઠવાડિયા પહેલા 500થી 700 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે વહેંચાયેલી કેસર કેરી આજે વાવાઝોડા બાદ 50 રૂપિયાથી લઈને ઊંચામાં 200 રૂપિયા સુધીના પ્રતિ 10 કિલોના ભાવે વેચાઇ રહી છે. જેને કારણે ખેડૂતોથી લઈને ઈજારેદારો અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓને પણ નુકસાન જઈ રહ્યું છે.