જૂનાગઢઃ આજથી સો વર્ષ પહેલાં જૂનાગઢના નવાબ અને તેના વઝીરની કબર પર બાંધવામાં આવેલા મહોબત મકબરાનું રિનોવેસન કામ હાથ ધરવામાં આવ્યું છે. આગામી દોઢક વર્ષમાં બંન્ને મકબરાનું કામ પૂર્ણ થશે અને ફરીથી મકબરો આજથી સો વર્ષ પહેલાંની ભવ્યતાના દર્શન કરાવશે. આ મકબરાનું બાંધકામ જૂનાગઢની સાથે હૈદરાબાદી લખનવી અને ફ્રેન્ચ શૈલીમાં કરવામાં આવ્યું છે. એકસાથે ચાર સંસ્કૃતિના સમન્વયના પ્રતીક એવા આ મકબરાને જે તે વખતે કારીગરો દ્વારા માત્ર ટાંકણું અને હથોડી વડે બનાવ્યો હતો. જે હવે આધુનિક સાધનોની મદદથી રિસ્ટોર થશે.
જૂનાગઢઃ મહોબત મકબરાનું રિસ્ટોરેશન કામ શરુ, ફરી અસલ રંગરૂપમાં જોવા મળશે નવાબી નગર તરીકે આજે પણ જૂનાગઢનો દબદબો જોવા મળે છે. સ્થાપત્યની દ્રષ્ટિએ જે બેનમૂન કલાકૃતિઓ જૂનાગઢ શહેર અને આસપાસમાં જોવા મળે છે તેવી એક પણ કલાકૃતિ સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ જોવા મળે.પરંતુ વર્ષો પહેલાં સર્જાયેલી આ કલાકૃતિઓ કાલક્રમે જર્જરિત બની રહી હતી ત્યારે આગામી પેઢીઓ માટે ભવ્ય વારસો ફરી જીવંત બને તે હેતુથી મહોબત મકબરાનું રિનોવેસન કામ હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢઃ મહોબત મકબરાનું રિસ્ટોરેશન કામ શરુ, ફરી અસલ રંગરૂપમાં જોવા મળશે આ મકબરાના રિનોવેસન કામોમાં ચૂનાના પથ્થરનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ જ પહેલાંની જેમ જ રિનોવેસન કામમાં પણ અડદ મેથી અને ગોળનો ખાસ ઉપયોગ કરીને મકબરાને સો વર્ષ પહેલાંના દેખાવનો ઓપ આપવા માટે રાજસ્થાનના કલાકારો અને ઇજનેરો કામ કરી રહ્યાં છે.