જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં જાદવ પરિવારે હિંદુ ધર્મ છોડીને (Keshod's Jadav family left Hind Religion ) પોતાની સ્વૈચ્છિક ઈચ્છા અનુસાર બૌદ્ધ ધર્મનો (Bauddh Religion) અંગીકાર કર્યો છે. કાંતિભાઈ જાદવ તેની પત્ની અને બે સંતાનો સાથે આજે ડોક્ટર આંબેડકર દ્વારા સૂચવવામાં આવેલા બૌદ્ધ ધર્મનો દલિત સમાજના અગ્રણીઓ અને બૌદ્ધિસ્ટોની સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર (Religion Conversion in junagadh) કર્યો હતો.
કોઇપણ દબાણ કે લાલચ વિના કર્યું ધર્મ પરિવર્તન
બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ કાંતિભાઈ યાદવે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર કોઈપણ પ્રકારના લોભ-લાલચ પ્રલોભન કે કોઇના દબાણમાં આવ્યા વગર હિંદુ ધર્મ (Keshod's Jadav family left Hind Religion ) છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર (Religion Conversion in junagadh) કરી રહ્યા છે. ડોક્ટર આંબેડકરે દલિત સમાજના ઉત્થાન માટે બૌદ્ધ ધર્મ અને મહત્વનો ગણાવ્યો હતો. જેને લઇને કાંતિભાઈ જાદવે આજે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.
આ પણ વાંચોઃ આજે પણ અડીખમ છે, ખંભાલિડાની 1800 વર્ષ પ્રાચીન Buddhist cave
આગામી દિવસોમાં વધુ કેટલાક સદસ્યો પણ બૌદ્ધ ધર્મનો કરશે અંગીકાર
કાંતિભાઈ જાદવે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા અંગે તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે બૌદ્ધ ધર્મ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે. ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મને લઈને તેમના જે અનુભવોનું જે વર્ણન કર્યું છે તેને લઈને ખાસ કરીને દલિત સમાજના પરિવારો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે તો તેમના આર્થિક સામાજિક અને માનસિક ઉત્થાન માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. પાછલા ઘણા વર્ષોથી મોટાભાગના દલિત પરિવારો હિન્દુ ધર્મનું પાલન કરી રહ્યા છે. પરંતુ આજે કાંતિભાઈ જાદવ અને તેના પરિવારે તેમની ઈચ્છાથી હિંદુ ધર્મ છોડીને (Religion Conversion in junagadh) બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ કેટલાક જાદવ પરિવારના સદસ્યો પણ હિન્દુ ધર્મ (Keshod's Jadav family left Hind Religion ) છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.
આ પણ વાંચોઃ બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક, જાણો ઈતિહાસ...