ETV Bharat / city

ભગવાન જગન્નાથ સ્વરૂપ શ્રીકૃષ્ણ અને બલરામની દેહોત્સર્ગ ભૂમિ તરીકે પ્રભાસ તીર્થક્ષેત્રનું ઘણું ધાર્મિક મહત્વ - Balram

પ્રભાસ તીર્થક્ષેત્ર(prabhas tirthakshetra) હરિહરની ભૂમિ તરીકે આજે પણ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજ ભૂમિ પરથી પરલોક ધામ ગમન કર્યું હતું. બીજી તરફ દેવોના દેવ મહાદેવે પણ આજ ભૂમિ પર પ્રથમ અવતાર ધારણ કરીને જ્યોતિર્લિંગ તરીકે પૂજાની શરૂઆત કરી હતી. હરિહરની ભૂમિ આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ખૂબ મહત્વ રાખે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ગુરુને આપેલી ગુરુ દક્ષિણા માટે ગુરુના સમુદ્રમાં ગરક થયેલા પુત્રને શોધવા માટે આવ્યા હતા. તેમના મોટાભાઈ પણ સરસ્વતી નદીના મુખથી લઈને પાતાળ સુધીની પરિક્રમા માટે અહીં આવ્યા હોવાની પ્રાચીન માન્યતાનો આપણા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવે છે.

પ્રભાસ તીર્થક્ષેત્રનું ઘણું ધાર્મિક મહત્વ

author img

By

Published : Jul 11, 2021, 5:37 PM IST

  • પ્રભાસ તીર્થ ક્ષેત્ર ભગવાન જગન્નાથની ભૂમિ તરીકે પણ ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે
  • અહીંથી જગન્નાથ સ્વરૂપ ભગવાન કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો
  • સમગ્ર વિશ્વના હરિહરના ભક્તો પ્રભાસ તીર્થ ક્ષેત્રની પાવન ભૂમિને માને છે ખૂબ જ પવિત્ર

જૂનાગઢઃ પ્રભાસ ક્ષેત્ર(prabhas tirthakshetra)નો ઉલ્લેખ ભગવાન જગન્નાથ અને બલરામની સાથે દેવાધિદેવનો પણ હરિહરની ભૂમિ તરીકે આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં જોવા મળે છે. ભાલકા તીર્થ ક્ષેત્ર જે અહીં ભગવાન બલરામના સ્વરૂપમાં શ્રીકૃષ્ણનો પારધી દ્વારા બાણ છોડવાના કારણે તેમનો દેહોત્સર્ગ થયું હોવાનું પણ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. વધુમાં પ્રભાસ તીર્થ ક્ષેત્ર(prabhas tirthakshetra)માં આવેલા ગીતા મંદિરમાં પણ ભગવાન બલરામના સ્વર્ગલોક ધામનો પણ ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે.

પ્રભાસ તીર્થક્ષેત્રનું ઘણું ધાર્મિક મહત્વ
પ્રભાસ તીર્થક્ષેત્રનું ઘણું ધાર્મિક મહત્વ

આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રીમાં 51 શક્તિપીઠમાં પૂજાનું છે અનોખું મહત્વ

પ્રભાસ તીર્થક્ષેત્ર ભૂમિ ભક્તો માટે ખુબજ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહી છે

ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજી અહીં સાપનું રૂપ ધારણ કરીને પાતાળ માર્ગે ગયા, સ્વર્ગમાં ગયા હોવાનો આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે, જેના કારણે પ્રભાસ તીર્થક્ષેત્ર(prabhas tirthakshetra) હરિહરની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. અહીંથી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે દેહ ત્યાગ કર્યો હતો. આજ ભૂમિ પર દેવાધિ દેવ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રાગટ્ય કરીને આ ભૂમિને ખૂબ જ પુણ્યશાળી બનાવી હતી, તેવો ઉલ્લેખ આજે પણ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. જેના કારણે પ્રભાસ તીર્થક્ષેત્ર ભૂમિ આજે પણ દેશ અને દુનિયાના હરિહરના ભક્તો માટે ખુબજ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહી છે.

ભગવાન શ્રીકૃષ્ણ ગુરુ દક્ષિણાની પૂર્તિ થાય તે માટે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ પર આવ્યા હોવાની છે ધાર્મિક માન્યતા

હિન્દુ ધર્મગ્રંથોમાં જોવા મળતી ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની ગુરુ દક્ષિણાની પૂર્તિ થાય તે માટે ગુરુ અને તેમની પત્નિ દ્વારા તેમના સમુદ્રમાં ગરક થયેલા પુત્રને શોધવા માટે જગન્નાથ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને દ્વારિકા છોડીને પ્રભાસ ક્ષેત્રમાં આવવાની ફરજ પડી હતી. ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજી પણ સરસ્વતી નદીના મુખથી લઈને મૂળ સુધીની યાત્રા માટે પ્રભાસ ક્ષેત્ર(prabhas tirthakshetra)માં આવ્યા હોવાની ધાર્મિક માન્યતા છે. જેના પુરાવા સ્વરૂપે સોમનાથને સમીપ ગીતામંદિર અને થોડે દૂર ભાલકાતીર્થ છે, જેને કૃષ્ણ દેહોત્સર્ગ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન સત્ય ધરાવતા આ બન્ને પવિત્ર અને પ્રાચીન સ્થળો આજે પણ જોવા મળે છે અને એ જ પુરાવો આપે છે કે, ભગવાન જગન્નાથના સ્વરૂપ સમાન શ્રીકૃષ્ણ પ્રભાસ તીર્થ ક્ષેત્ર(prabhas tirthakshetra)ની પાવન ભૂમિ પર ગુરુના આદેશ અને ગુરુ દક્ષિણાની પૂર્તિ માટે અહીં આવ્યા હતા.

પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ કૃષ્ણ અને બલરામની સ્વર્ગ લોક ગમનની ભૂમિ તરીકે પણ પૂજાય છે

ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ગુરુના સમુદ્રમાં ગરક થયેલા પુત્રને શોધવા માટે સમુદ્રના પંચજન્ય રાક્ષસનો વધ કર્યો હોવાની ધાર્મિક માન્યતા છે. પુરાણો મુજબ પ્રભાસ તીર્થક્ષેત્રની ભૂમિ પરથી જ જગન્નાથ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની જીવન લીલા સંકેલીને ગૌલોક ધામ પરત ફર્યા છે, તેવો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે. બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ પણ આ જ ભૂમિ પરથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં ગયા હોવાની માન્યતા પણ આજે જોવા મળે છે. જેના ધાર્મિક પુરાવા સમાન ગીતા મંદિરમાં બલરામના શેષનાગ તરીકે આજે પણ ગુફામાં પૂજા થાય છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી મેળામાં ભંડારાનું પણ છે વિશેષ મહત્વ

બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર તત્વની ભૂમિ તરીકે પણ પ્રભાસ તીર્થ ક્ષેત્રની ગણના થાય છે

પ્રભાસ ક્ષેત્ર(prabhas tirthakshetra)ને બ્રહ્મ તત્વ, વિષ્ણુ તત્વ અને રુદ્ર તત્વ એમ ત્રણેય તત્વોની પ્રભાવશાળી ભુમિ એટલેકે પ્રભાસ તીર્થક્ષેત્રમાં ગણના થાય છે. 24 તત્વોથી બ્રહ્મા, 25 તત્વોથી વિષ્ણુ અને 26 તત્વોથી રુદ્ર આ ક્ષેત્રમાં વસેલા છે. એટલે આ ભૂમિને પંચ મહાભૂતની ભુમિ એટલે કે પ્રભાસ તીર્થક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના પગના તળિયામાં બાણ વાગવાથી તેમને જીવનલીલા સંકેલી હતી, ત્યારથી આ ક્ષેત્રને પ્રભાસ તીર્થક્ષેત્ર(prabhas tirthakshetra)ની સાથે ભાલકા તીર્થક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.