ETV Bharat / city

Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ - જૂનાગઢ કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગઈ કાલે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોના મોત (Corona Death in Gujarat) કોરોના સંક્રમણને કારણે થયા છે તેવો દાવો કર્યો હતો. તેના પર જૂનાગઢ ભાજપ (Junagadh BJP) કોંગ્રેસ (Junagadh Congress) અને આમ આદમી પાર્ટીના (Junagadh AAP) અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપે આંકડાને ખોટા અને બચકાની હકીકત સમાન ગણાવ્યાં હતાં. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આંકડો સાચો છે અને તેમાં હજુ પણ વધારો થઇ શકે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ

author img

By

Published : Dec 4, 2021, 5:12 PM IST

  • ગુજરાતમાં કોરોનાના મોતને લઈને રાહુલ ગાંધીના નિવેદન બાદ જૂનાગઢમાં જોવા મળી રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
  • રાહુલ ગાંધીનો દાવો અને તેમણે જાહેર કરેલા આંકડાને બચકાની હકીકત સમાન ગણાવતાં ભાજપના અગ્રણી
  • કોંગ્રેસ અગ્રણીએ 8 મહિના સુધી ગુજરાતમાં કોંગી કાર્યકરોએ સર્વે કર્યા બાદ એકત્રિત થયેલા આંકડાને ગણાવ્યા સત્ય
  • રાહુલ ગાંધીના આંકડાઓ સત્ય છે અને હજુ પણ આમાં વધારો થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરતા આપના અગ્રણી કાર્યકર

જૂનાગઢ-ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દિલ્હીમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં કોરોના સંક્રમણમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોના મોત (Corona Death in Gujarat ) થયા છે જેને ગુજરાત અને કેન્દ્રની સરકારે છુપાવ્યા છે તેવો સનસનીખેજ અને ચોંકાવનારો આરોપ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે. જેને લઇને હવે જૂનાગઢમાંથી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભાજપે (Junagadh BJP) રાહુલ ગાંધીના આંકડા અને દાવાને બચકાની હકીકત સમાન ગણાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે (Junagadh Congress) સમગ્ર આંકડાઓ રાજ્યમાં આઠ મહિના સુધી કોગી કાર્યકરો દ્વારા પ્રત્યેક ઘરનાં સર્વે કર્યા બાદ મળ્યા હોવાને કારણે આંકડા સત્ય હોવાનો રાહુલ ગાંધીનો જે દાવો છે તેમાં સૂર પુરાવ્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ (Junagadh AAP) રાહુલ ગાંધીએ જાહેર કરેલા આંકડા સત્ય છે અને હજુ પણ આમાં ચિંતાજનક રીતે વધારો થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીએ ગુજરાતને બદનામ કરવાના આશયથી મોતના આંકડા જાહેર કર્યા હોવાનું ભાજપનું મંતવ્ય

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પત્રકાર પરિષદમાં ગુજરાતમાં મોતના (Corona Death in Gujarat ) આંકડા જાહેર કર્યા છે તેને લઈને જુનાગઢ ભાજપના અગ્રણી સંજય કોરડીયાએ ઈ ટીવી ભારત સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જે આંકડાઓે લઈને નિવેદન આપી રહ્યા છે તેને લઈને તેઓ ગુજરાતનું અપમાન કરી રહ્યા છે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષના વર્તમાન કે પૂર્વ અધ્યક્ષ આ પ્રકારની બચકાની હરકત ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. વધુમાં સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે who દ્વારા ભારતમાં ત્રણ કરોડ 46 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4લાખ 69 હજાર લોકોના કોરોનાથી મોત સમગ્ર દેશમાં થયા છે તેવા આંકડાને સામે રાખીને રાહુલ ગાંધીનો આંકડો ગુજરાતને બદનામ કરવા પૂરતો હોય તેવું તેઓ સ્પષ્ટ માની રહ્યા છે.

કોરોનાથી મોતના આંકડાઓને લઇને રાજકીય પક્ષોની હૂંસાતૂસી

કોંગ્રેસના અગ્રણીએ રાહુલ ગાંધીના આંકડાને ગણાવ્યા શક્ય

કોરોનાથી ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોતને (Corona Death in Gujarat ) લઈને કોંગ્રેસના અગ્રણી મનોજ જોશી સાથે વાતચીત કરી હતી. તેમણે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જે આંકડા આપ્યા છે તે બિલકુલ સત્ય હોવાનું જણાવ્યું હતું અને તર્ક સાથે દલીલ કરતાં જણાવ્યું હતું કે પાછલા આઠ મહિનાથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરો પ્રત્યેક જિલ્લામાં કોરોના સંક્રમણથી થયેલા મૃતકના પરિવારજનોને રૂબરૂ મળીને તેમના પાસેથી જે ડેટા એકત્ર કર્યો છે તે મુજબનો રાહુલ ગાંધીનો આંકડો એકદમ સત્ય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મોતના આંકડા છુપાવીને જે પાપ કર્યું છે તેને લઈને તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કોંગ્રેસ અગ્રણી મનોજ જોશીએ કરી હતી.

આમ આદમી પાર્ટીએ રાહુલ ગાંધીના આંકડા સત્ય હોવાની સાથે હજુ પણ તેમાં વધારો થશે તેવી વ્યક્ત કરી ચિંતા

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાથી મોતના (Corona Death in Gujarat ) જે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના જૂનાગઢના અગ્રણી પરેશ ગૌસ્વામીએ રાહુલ ગાંધીના (Rahul Gandhi) આંકડા સત્ય હોવાની વાતને તેનું સમર્થન આપ્યું હતું. વધુમાં તેમણે રાહુલ ગાંધીએ ત્રણ લાખ લોકોના મોતનો જે દાવો કર્યો છે તેમાં આગામી દિવસોમાં હજુ પણ વધારો થઇ શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્કૃતિને કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વજનનું મોત થયું છે તેને લઈને ખોટી રીતે સહાય મેળવવા ક્યારેય પહેલ કરતા નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે માનવતાના ધોરણે પણ આગળ આવીને મોતના સાચા આંકડા જાહેર કરીને કોરોનાથી ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે તેનો સ્વીકાર કરીને તમામ પરિવારોને સરકારના નિયમ મુજબ સહાય કરવી જોઈએ તેવી માગ કરી હતી.

આ પણ વાંચોઃ Rahul Gandhi in Favour of Farmer: મોદી સરકાર મૃત ખેડૂતોના પરિવારજનોને વળતર આપવા નથી માંગતી

આ પણ વાંચોઃ Omicron Variant ડેલ્ટા કરતાં વધુ ચેપી હશે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.