જૂનાગઢ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) હવે થોડો જ સમય બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો (Saurashtra Assembly Seats) પર આ વર્ષે મતદાનમાં સ્થાનિક મુદ્દાઓ સર્વોપરી રહેશે. તેમ જ જ્ઞાતિ અને જાતિનું સમીકરણ પક્ષ કે, કોઈ વ્યક્તિ વિશેષ (Cast Factor in Saurashtra) પર પ્રભાવિત થતું જોવા મળશે નહીં.
કેશુભાઈ પટેલના કાર્યકાળમાં ભાજપે મેળવી હતી વધારે બેઠકો કેશુભાઈ પટેલના (Keshubhai Patel) કાર્યકાળમાં ભાજપને 127 બેઠક પર વિજય મળ્યો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ માનવામાં આવે છે. તેને અસરકારક રીતે આ વખતની ચૂંટણીમાં (Gujarat Election) ભાજપ દ્વારા અમલમાં મૂકવામાં આવે તો ભાજપના સંભવિત નુકસાનને રોકવામાં કેશુભાઈ પટેલનું મોડેલ છે. તે કામ આવી શકે તેમ છે.
રાજકીય વિશ્લેષકનો મત ભાજપે કેશુભાઈ મોડેલને અપનાવવું પડશે છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢમાં રહેલા અને સામાજિકની સાથે રાજકીય ગતિવિધીઓ સાથે સંકળાયેલા ભાવેશ વેકરિયા આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election) લઈને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની 48 બેઠકો (Saurashtra Assembly Seats) પર પોતાનું આકલન રજૂ કરી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે,પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા જે મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. તેને ભાજપ ફરીથી અપનાવે તો ચૂંટણીમાં સંભવિત નુકસાનથી બચી શકાય તેમ છે.
જ્ઞાતિ સમીકરણ મૂંઝવી શકે છે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) સ્થાનિક મુદ્દાઓની સાથે જ્ઞાતિ અને જ્ઞાતિ (Cast Factor in Saurashtra) તેમાં પણ ખાસ કરીને પાટીદાર અને કોળી જ્ઞાતિનું સમીકરણ (Cast Factor in Saurashtra) તમામ રાજકીય પક્ષોને મૂંઝવી શકે તેમ છે વધુમાં વિકાસના મુદ્દા પણ આ ચૂંટણીમાં ખૂબ જ અસરકારક ભાગ ભજવતા જોવા મળશે.
કોળી અને પાટીદાર સમાજનું સમીકરણ કોઈપણ પક્ષને પડી શકે છે ભારે જૂનાગઢના સિનીયર વિશ્લેષક અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણને ખૂબ જ નજીકથી જાણનારા કિરીટ સંઘવી કોળી અને પાટીદાર મતદારોને લઈને તમામ રાજકીય પક્ષોને મતદાનના દિવસે આ સમીકરણ મુંજવી શકે તેમ છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો (Saurashtra Assembly Seats) પર જ્યાં પાટીદાર મતદારો બહુમતીમાં છે તેવી વિધાનસભા સીટ પર પાટીદાર મતો પાટીદાર સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારોને મળશે તેવી શક્યતાઓ નહીંવત્ છે. તેવી જ રીતે કોળી જ્ઞાતિના મત પણ કોળી જ્ઞાતિ સિવાયના ઉમેદવારોને મેળવવા અશક્ય છે.
જ્ઞાતિના ઉમેદવારને જ્ઞાતિના લોકો જ આપશે મત બીજી તરફ જે જ્ઞાતિનો ઉમેદવાર હશે તે જ જ્ઞાતિના મતો (Cast Factor in Saurashtra) તેમને પ્રાપ્ત થશે તેવું આંકલન પણ અત્યારે સૌરાષ્ટ્રની 48 બેઠકો પર (Saurashtra Assembly Seats) લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક મુદ્દાઓની સાથે પાટીદાર અને કોળી ફેક્ટર (Patidar Factor in Gujarat Election) મહત્વનું પૂરવાર બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા અને જ્ઞાતિ-જાતિનું સમીકરણ હશે સર્વોપરી ચૂંટણી (Gujarat Election) હવે કોઈ પણ પળે આવી શકે છે. તેને લઈને તમામ રાજકીય પક્ષો (Gujarat Political Parties) દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રચંડ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કૉંગ્રેસે યાત્રાઓ દ્વારા મતદારોનું મન કળવા માટે રણનીતિ બનાવી છે. બીજી તરફ પ્રથમ વખત ગુજરાતના રાજકારણમાં સક્રિય રીતે આવી રહેલી આમ આદમી પાર્ટી સ્થાનિક કક્ષાએ (Aam Aadmi Party Gujarat) મતદારો સાથે સીધો સંપર્ક કરીને આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી ચૂકી છે.
કૉંગ્રેસ આપી રહી છે વચનો જ્યારે આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party Gujarat) પોતાનું એક અલગ વિઝન છે. પ્રથમ વખત ચૂંટણી લડવા માટે તેઓ જાહેરાત કરી રહ્યા છે. લોકો જાહેરાતમાં કેટલો ભરોસો મૂકશે. તે ચૂંટણી પરિણામો બાદ સામે આવશે. વધુમાં કૉંગ્રેસ દ્વારા જે વાયદા અને વચનો આપવામાં આવી રહ્યા છે. તેના પર મતદારો કેટલી હદે ભરોસો મૂકશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ કૉંગ્રેસ પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ચૂંટણી પ્રચારમાં ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે જે પરિણામમાં અસર કરી શકે તેમ છે.
કૉંગ્રેસ પોતાની જાહેરાત મુજબ ચૂંટણીમાં વધશે આગળ જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોશી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને (Gujarat Election) લઈને કૉંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે. તેને લઈને ચૂંટણીમાં આગળ વધશે. બેરોજગારીનો મુદ્દો ફિક્સ પગારમાંથી કર્મચારીઓની મુક્તિ તમામ સરકારી વિભાગમાં પુરા પગારની ભરતીની જાહેરાત મોંઘવારીમાં રાહત અપાવે તે પ્રકારે રાંધણગે સહિત અન્ય ખાદ્ય ચીજોમાં ભાવના ઘટાડા અને ફુગાવા પર કાબુ આવે તે પ્રકારનુ આયોજન ચુંટણી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે કર્યું છે.
ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ચૂંટણી છે મહત્વની આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election) લઈને ડો. બલરામ ચાવડા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ચૂંટણી (Aam Aadmi Party Gujarat) ખૂબ જ મહત્વની બની રહેશે અને ખાસ કરીને ત્રણેય રાજકીય પક્ષનું રાજકીય ભવિષ્ય આજ ચૂંટણીના પરિણામો મહત્વના બની રહેશે.
ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ચૂંટણી છે મહત્વની આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election) લઈને ડો. બલરામ ચાવડા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ચૂંટણી (Aam Aadmi Party Gujarat) ખૂબ જ મહત્વની બની રહેશે અને ખાસ કરીને ત્રણેય રાજકીય પક્ષનું રાજકીય ભવિષ્ય આજ ચૂંટણીના પરિણામો મહત્વના બની રહેશે.
ભાજપ વધુ એક વખત વિકાસ અને મોદીના ચહેરાને લઈને વધશે આગળ આવનારી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં (Gujarat Election) ભાજપ વિકાસ અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધી તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ચહેરાને લઈને આગળ વધશે. ભાજપનો ચૂંટણી પ્રચાર વિકાસ અને નરેન્દ્ર મોદીના ચહેરાને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પાછલા 2 દશકાના ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ચૂંટણી પ્રચારમાં કેન્દ્રસ્થાને નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જોવા મળે છે મોદી હાલ પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત નરેન્દ્ર મોદી વિકાસનો ચહેરો હશે અને તે મુજબ ભાજપ ચૂંટણી પ્રચાર અને રણનીતિમાં આગળ વધશે તે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ એ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી લોકોને મોંઘવારી માટે અપાવશે મુક્તિ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને કેજરીવાલ દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે. તે મુજબ, સારું અને ગુણવત્તાયુક્ત સરકારી શિક્ષણ તમામ હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ ખેડૂતોને ખેતીલાયક વીજળીની સાથે લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આવી અનેક જાહેરાતો દિલ્હી અને પંજાબમાં અમલી બની છે. તે મુજબ, ગુજરાતમાં પણ આ પ્રકારની જાહેરાતો નો અમલ પક્ષની સરકાર બનવાની સાથે કરી દેવામાં આવશે વધુમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ પક્ષ દ્વારા જે જાહેરાતો થતી રહેશે તે મુજબ સમગ્ર ગુજરાતના લોકોને રાહત થાય તે માટેની યોજનાઓ બનાવીને આમ આદમી પાર્ટી મત લેવા માટે લોકોની વચ્ચે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જશે.
પક્ષોને થશે ફાયદો ભાજપ પોતાના વિકાસના મુદ્દા અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધી તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ચહેરા પર ફરી એક વખત ગુજરાતમાં દાવ લગાવવા જઈ રહી છે ડબલ એન્જિનની સરકારના સૂત્ર સાથે આ વર્ષે ભાજપ ચૂંટણી મેદાનમાં જોવા મળશે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાની ફ્રીમાં જાહેરાત કરીને ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે જેમાં મતદારો પ્રભાવિત થઈ શકે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ કોંગ્રેસ ચુંટણી રણનીતિમાં ત્રીજા સ્થાન પર જોવા મળે છે તો આ ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ચોક્કસ જોવા મળશે પરંતુ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચૂંટણીથી મતદાનના દિવસ સુધી કઈ રીતે કામ કરશે અને લોકોની વચ્ચે પ્રભાવી બનશે તે પક્ષને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે.
ઉમેદવારની કામ કરવાની ક્ષમતા અને તેની પ્રતિભા આધારિત બનશે આવી પરિસ્થિતિમાં પાટીદાર અને કોળી જ્ઞાતિનું સમીકરણ કોઈ પણ રાજકીય પક્ષ માટે મૂંઝવણ બની શકે છે, જે વિધાનસભા સીટ (Saurashtra Assembly Seats) પર એક માત્ર કોળી કે, પાટીદાર ઉમેદવાર હશે. આવા સમયે જ્ઞાતિ અને જાતિનું સમીકરણ જે તે ઉમેદવારની કામ કરવાની ક્ષમતા અને તેની પ્રતિભા પર આધારિત બનશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે, આગામી ચૂંટણીમાં પાટીદાર અને કોળી મતદારો તેમની જ્ઞાતિના ઉમેદવારોને પ્રાથમિક અને પ્રાધાન્ય આપશે, જેને આજના દિવસે કોઈ પણ નકારી શકે તેમ નથી.