ETV Bharat / city

ઉછીના પૈસા માંગવાની આદતે મોતને આપ્યું આમંત્રણ - Murder case in Girgadhda

ગીરગઢડાના દ્રોણ ગામ નજીક હત્યા કરાયેલી હાલતમાં (murder case in Drona village) મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હત્યા કરનાર બે આરોપીની ધરપકડ કરી હતી. Machchudri river Dead body, Murder case in Girgadhda

ઉછીના પૈસા માંગવાની આદતે મોતને આપ્યું આમંત્રણ

author img

By

Published : Sep 14, 2022, 10:14 AM IST

Updated : Sep 14, 2022, 11:50 AM IST

ગીરગઢડા જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરું આ ઉક્તિને એકદમ સાર્થક કરતો કિસ્સો દ્રોણ ગામમાં સામે આવ્યો છે. તારીખ 11મી ના રોજ દ્રોણ ગામ નજીક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. દ્રોણ ગામ નજીક મચ્છુન્દ્રી નદીના (murder case in Drona village) પટમાંથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે દ્રોણ ગામમાંથી બે આરોપીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. (Machchudri river Dead body)

ઉછીના પૈસા માંગવાની આદતે મોતને આપ્યું આમંત્રણ

શું હતી ઘટના દ્રોણ ગામમાં રહેતા મનસુખ સાખટ નામના યુવાનની ગત 11 તારીખના રોજ મચ્છુન્દ્રી નદીના પટમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે સમગ્ર મામલામાં હત્યાની આશંકા જતા મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને 48 કલાકની તપાસ બાદ પોલીસે મનસુખ સાખટ નામના યુવાનની હત્યાના આરોપમાં દ્રોણ ગામના દેવાયત અને રામની યુવાનની હત્યાના કેસમાં અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બંને વ્યક્તિઓએ લોખંડનો સળીયો અને નાની છરી વડે મનસુખ સાખટની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. (borrowed money Murder in Drona village)

ઉછીના પૈસા માંગવાની આદતે અપાવ્યું મોત મૃતક મનસુખ સાખટ અને હત્યા કરનાર દેવાયત અને રામ ત્રણેય દ્રોણ ગામના રહેવાસી છે. મૃતક રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. તેમજ બંને વ્યક્તિઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૃતક આરોપીઓ પાસેથી છેલ્લા કેટલાક સમયથી ઉછીના પૈસા માગીને તેને હેરાન કરી રહ્યો હતો. આવા સમયે મૃતક મનસુખ સાખટની સતત પૈસા માંગવાની આદતથી ત્રાસી જઈને આરોપી દેવાયત અને રામભાઈ રામે મનસુખ સાખટની લોખંડનો સળીયો અને નાની છરી વડે હત્યા નીપજાવી અને દરરોજ ઉછીના પૈસા માંગવાના કકડાટમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલાને લઈને પોલીસ તબીબી પરીક્ષણની સાથે મુદ્દામાલનો ફોરેન્સિક રિપોર્ટ કરાવવાની દિશામાં પણ તજવીજ હાથ ધરી છે. Murder case in Girgadhda

Last Updated : Sep 14, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.