ETV Bharat / city

Police Complaint Against Patil: કૃષ્ણ અને સુભદ્રા પર કરેલા નિવેદનથી પાટીલ ભરાયા, જૂનાગઢમાં પોલીસ ફરિયાદ દાખલ - કૃષ્ણ અને રુક્મિણીના લગ્ન

માધવપુર મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી (Police Complaint Against Patil in Junagadh) કરવાના કારણે હવે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કૃષ્ણ અને સુભદ્રા પર કરેલા નિવેદનથી પાટીલ ભરાયા, જૂનાગઢમાં પોલીસ ફરિયાદ દાખલ

author img

By

Published : Apr 13, 2022, 6:08 PM IST

જૂનાગઢ: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરૂદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથક (junagadh b division police station)માં ફરિયાદ (Police Complaint Against Patil in Junagadh) નોંધાવવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ (Junagadh City Congress President) અમિત પટેલ અને મહિલા અગ્રણીઓની સાથે NSUI અને યુવક કોંગ્રેસે સાથે મળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 2 દિવસ પૂર્વે માધવપુરમાં આયોજિત કૃષ્ણ રુકમણી મેળા (Madhavpur Fair 2022)માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ પરથી આ મેળામાં કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા છે તેનો મેળો આયોજિત થયો છે તેવું વિવાદાસ્પદ અને ધર્મની જાણકારી ન હોય તે પ્રકારનું નિવેદન (CR Patil's Controversial Statement) આપ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ફરિયાદ દાખલ કરાવી.

દર વર્ષે 5 દિવસના ધાર્મિક મેળાનું આયોજન થાય છે- પાટીલના આ નિવેદનથી આહીર સમાજ (Aheer Community Gujarat)માં પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં બી ડિવિઝન પોલીસ મથકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માધવપુરનો મેળો આદી-અનાદીકાળથી કૃષ્ણ અને રુકમણીના વિવાહ (krishna and rukmini marriage)ના મેળા તરીકે વર્ષોથી ખ્યાતિ પામેલો છે. દર વર્ષે 5 દિવસના ધાર્મિક મેળાનું આયોજન થાય છે. આ મેળાને રુકમણી અને કૃષ્ણના લગ્નબંધનના મેળા તરીકે પણ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: CR Patil In Madhavpur Fair: શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ, માફી માંગવા કહ્યું

પાટીલના નિવેદનના રાજકીય પડઘા- 2 દિવસ પૂર્વે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ મેળો કૃષ્ણ અને સુભદ્રાના લગ્નવિવાહનો મેળો છે અને તેમાં આપણે હાજરી આપી રહ્યા છે તેવું નિવેદન કર્યું હતું, જેના હવે રાજકીય પડઘા પણ પડી રહ્યા છે. આ મામલે આજે સી.આર.પાટીલ સામે સમગ્ર રાજ્યની પ્રથમ પોલીસ ફરિયાદ જૂનાગઢ શહેરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં નોંધાવવામાં આવી છે. સી.આર.પાટીલ સામે રાજ્યની પ્રથમ પોલીસ ફરિયાદ જૂનાગઢમાં થઈ છે ત્યારે સમગ્ર મામલાને લઈને હવે રાજકારણ ગરમાય તેવી પૂરી શક્યતાઓ છે.

આ પણ વાંચો: CR Patil In Madhavpur Fair: મોઢવાડિયાએ કર્યું ટ્વીટ, માધવપુરના મેળામાં કરેલી ભૂલ બદલ સી. આર. પાટીલ લોકોની માફી માંગે

પાટીલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત- વર્ષ 2019 લોકસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2019)માં રાહુલ ગાંધી વિરુદ્ધ પણ કેટલાક નિવેદનો બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે જ પ્રમાણે હવે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવીને પાટીલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.