જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi to Address Umiya Mata Temple) આજે રામ નવમીના અવસર પર ગુજરાતના ગથિલામાં ઉમિયા માતા મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે મંદિરનું ઉદ્ઘાટન 2008 માં મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.
આ પણ વાંચો: PM Modi greetings on Ram Navami: વડાપ્રધાન મોદીએ પાઠવી રામનવમીની શુભેચ્છા
ઉમિયા માં કડવા પાટીદારોની કુળદેવી : મંદિરનું ઉદ્ઘાટન 2008માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તત્કાલીન મુખ્ય પ્રધાન) હતા ત્યારે કર્યું હતું. નિવેદન અનુસાર, મોદીના સૂચનોના આધારે મંદિર ટ્રસ્ટ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન અને મફત આયુર્વેદિક દવાઓ આપવા જેવી વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ઉમિયા માને કડવા પાટીદારોની કુળદેવી માનવામાં આવે છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથમાં કરશે રાત્રિ રોકાણ, સોમવારે મહાદેવની વિશેષ પૂજા