જૂનાગઢ: હાલ તો સમગ્ર દુનિયામાં કોરોના કેર યથાવત છે. જ્યારે માળીયા હાટીનામાં પણ થોડા દિવસો પહેલા કોરોનાનો કેસ આવેલા છે. તેમજ હાલમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગંદકી વધી છે. માળીયા હાટીના શહેરમાં સરદારનગર વિસ્તારમા રહેતા લોકો ગદંકીના કારણે પરેશાન થયા છે.
- જૂનાગઢના માળીયા હાટીનામાં ગંદકીથી લોકો ત્રાહિમામ
- લોકોએ વારંવાર રજૂવાત કરવા છતાં તંત્રના કાને આ અવાજ પહોંચતો નથી.
- લોકો તંત્ર પાસે મદદ માંગી રહ્યાં છે.
સરદારનગર વિસ્તારની વાત કરીએ તો અહીં તંત્ર દ્વારા ગટરો તો બનાવી છે, પરંતુ આ ગટરો બંધ થઈ છે. ગટર બંધ હોવાના કારણે ગટરમાં આવતું પાણી રહીશોના વિસ્તારમાં ફેલાય છે. જેથી ગંદકીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. હવે જોવાનુંએ રહીયું કે, આ વિસ્તારના લોકોને ન્યાય મળશે કે નહીં? તંત્ર ક્યારે નિદ્રામાંથી જાગશે અને સ્થાનિક લોકોના પ્રશ્નોનો નિકાલ ક્યારે કરશે?