ETV Bharat / city

વિશ્વ બચત દિવસ: કોરોનાએ શિખવ્યું લોકોને બચતનું સાચુ મહત્વ - Corona period

આજે સમગ્ર વિશ્વમાં બચત દિવસ (World Savings Day) ની ઉજવણી થઇ રહી છે. કોરોના સંક્રમણ કાળ (Corona period) માં પ્રત્યેક વ્યક્તિ બચત અને બચતનું મહત્વ ખૂબ જ કટોકટી ભર્યા સમયમાં શીખી ગયા છે. કોરોના સંક્રમણને કારણે ખૂબ નુકસાન થયું પરંતુ આ નુકશાનની પાછળ પ્રત્યેક વ્યક્તિને બચત શું હોઈ શકે બચત, શા માટે કરવી જોઈએ અને બચત કેટલી ઉપયોગી બની શકે તેનું સાચું જ્ઞાન એક શિક્ષક તરીકે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વને આપી ગયો. આવા સંકટ ભર્યા સમયની વચ્ચે બચત (savings) હવે આવનારા સમયમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું પરિબળ પુરવાર થશે.

The importance of savings
The importance of savings
author img

By

Published : Oct 30, 2021, 9:32 AM IST

  • આજે સમગ્ર વિશ્વમાં બચત દિવસની ઉજવણી
  • કોરોના એક શિક્ષક તરીકે સામે આવ્યો
  • કોરોનાએ સમગ્ર વિશ્વના લોકોએ બચતનું મહત્વ સમજ્યું

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં બચત દિવસ (World Savings Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ (Corona period) જેવા સંકટ ભર્યા સમયમાં વિશ્વના તમામ દેશો કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક માત્ર બચત જ વિશ્વની મદદે આવી અને જાણે- અજાણે કે પછી ઇરાદાપૂર્વક કરવામાં આવેલી બચત કોરોના સંક્રમણ કાળમાં સંકટ મોચનની ભૂમિકામાં જોવા મળી. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા હોય કે પછી કોઈ એક મધ્યમ વર્ગી પરિવારનું ઘર આ બન્નેનું અર્થતંત્ર કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં બચતે (savings) ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો અને આજે સંકટ ભર્યા સમયમાંથી બહાર નીકળીને ફરી એક વખત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે.

વિશ્વ બચત દિવસ: કોરોનાએ શિખવ્યું લોકોને બચતનું સાચુ મહત્વ

આ પણ વાંચો: યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો

કોરોના સમયગાળો બચત માટે એક શિક્ષક તરીકે સદાય યાદ રહેશે

કોરોના સંક્રમણ કાળ (Corona period) માં મધ્યમ વર્ગીય પરિવારોની અર્થવ્યવસ્થા ખૂબ જ ડામાડોળ થતી જોવા મળી હતી. આવી પરિસ્થિતિમાં આપણી બચત વ્યવસ્થાએ મધ્યમ વર્ગીય પરિવારને ખૂબ જ મદદ કરી છે. ઘરની મહિલા હોય કે પછી વયોવૃદ્ધ માતા-પિતા તેમની બુદ્ધિ શક્તિથી કરવામાં આવેલી બચત કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. કોરોના કાળમાં ઘરની મહિલાઓ અને વયોવૃદ્ધ માતા-પિતાની સાથે સમજદાર વ્યક્તિએ પોતાના ખર્ચ પર કાબુ કરીને તેને બચતના રૂપમાં પરિવર્તિત કરી મહામારીના સમયમાં પોતાના પરિવારનું અર્થતંત્ર ડામાડોળ ન થાય તે માટે બચતમાંથી પોતાના ઘરનું અને પરિવારનું સંચાલન અને ભરણપોષણ કરીને સંકટ ભર્યા સમયમાંથી બચતના માધ્યમથી હેમખેમ બહાર નીકળવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો: ટ્રોમા ગંભીર માનસિક રોગનું કારણ બની શકે છે : વિશ્વ ટ્રોમા દિવસ

જૂનાગઢના ડો. કુમન ખૂટે બચતને ગણાવી જીવનની મરણ મૂડી

બચતને લઈને જૂનાગઢના ડોક્ટર કુમન ખૂટે Etv Bharat સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, બચતએ કોઈ પણ વ્યક્તિ પરિવાર અને દેશ માટે ખુબ જ મહત્વનું અને અનિવાર્ય પરિબળ હોય છે. જીવનના આટલું મહત્વના પરિબળને સમજવા માટે કોરોના જેવા સંકટ ભર્યા (Corona period) સમયનો સહારો લેવો પડ્યો તે ખૂબ દુઃખની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોતે કોરોના સંક્રમણ કાળમાં પોતાના પરિવારમાં અને ઘરના સંચાલનમાં અનેક ફેરફારો કર્યા છે. જે હવે આવનારા સમયમાં આ જ પ્રમાણે ચાલતા જોવા મળશે.

બચત કરેલા રૂપિયા ખૂબ ઉપયોગી બની શકે તેવા વિચાર સાથે ડો. કુમન ખૂટે બચતની વ્યાખ્યા કરી

એક વર્ષ સુધી ઘરમાં રહ્યા બાદ ડોક્ટર ખૂંટ આજે પણ ખૂબ જ અનિવાર્ય સંજોગોમાં પોતાના વાહનનો ઉપયોગ કરીને શહેરમાં જાય છે. આ સિવાયના તમામ કામો તેઓ પગપાળા કે સાયકલ મારફતે કરી રહ્યા છે. વધુમાં કોરાના (Corona period) જેવા સંકટ ભર્યા સમયમાં શાકભાજીથી લઈને દૂધ અને દૈનિક ઉપયોગમાં લેવામાં આવતી તમામ ચીજવસ્તુઓના બદલામાં ઘરમાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને સંકટના સમયમાં રૂપિયાનું મહત્વ સમજીને ખૂબ ઓછો ખર્ચ થાય અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો બચત કરેલા રૂપિયા ખૂબ ઉપયોગી બની શકે તેવા વિચાર સાથે તેઓ બચતની વ્યાખ્યા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.