ETV Bharat / city

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં જૂનાગઢની ખુલ્લી બજારમાં મગફળીના વધુ ભાવ..! - જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી

26 ઓક્ટોબરથી રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. ત્યારે જૂનાગઢ APMCની ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે. જે ખેડૂતો માટે સારો સંકેત માનવામાં આવે છે.

ETV BHARAT
જૂનાગઢમાં સરકારે જાહેર કરેલા મગફળીના ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં વધુ ભાવ
author img

By

Published : Oct 22, 2020, 5:52 PM IST

Updated : Oct 22, 2020, 6:00 PM IST

  • સરકાર ટેકાના ભાવે મગફળીની કરશે ખરીદી
  • ખુલ્લી બજારમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે
  • 26 ઓક્ટોબરે ટેકાના ભાવે મગફ

જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ કરતા જાહેર હરાજીમાં પ્રતિ 20 કિલો મગફળીના નીચામાં 700 અને ઊંચામાં 1090 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આગામી 26 ઓક્ટોબરે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થવા જઈ રહી છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકારે જાહેર કરેલા ભાવ કરતાં ઊંચા ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે.

ETV BHARAT
મગફળી

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બંપર આવક

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાક તરીકે મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. દૈનિક ધોરણે 4થી 6 હજાર ગુણીની આવક થઇ રહી છે. જે આગામી દિવસોમાં હજૂ પણ ખૂબ વધી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં પ્રતિ 20 કિલો નબળી ગુણવત્તા વાળી મગફળીના 700 અને સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીના 1090 રૂપિયા ઉપજી રહ્યા છે. આ બજાર ભાવ ખેડૂતો માટે ખૂબ સારો સંકેત માનવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા બજાર ભાવ કરતાં APMCની ખુલ્લી બજારમાં વધુ ભાવ

સરકાર દ્વારા આગામી 26 ઓક્ટોબરે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ પ્રતિ 20 કિલોના 1050 સુધીનું ભાવ બાધણું સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ APMCની ખુલ્લી બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીમાં પ્રતિ 20 કિલોના 1090 રૂપિયા ભાવ મળી રહ્યા છે.

જૂનાગઢમાં સરકારે જાહેર કરેલા મગફળીના ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં વધુ ભાવ

ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ

સતત વરસાદના ભયની વચ્ચે ખેડૂતો મગફળીનું વેચાણ કરી રહ્યા છે. આવા સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત આગામી સોમવાર અને 26 ઓક્ટોબર કરવામાં આવશે, ત્યારે જૂનાગઢ APMCની ખુલ્લી બજારમાં સરકારી ટેકાના ભાવો કરતાં વધુ બજાર ભાવ મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતો પોતાની મગફળી જૂનાગઢની ખુલ્લી બજારમાં વહેંચી રહ્યા છે.

Last Updated : Oct 22, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.