ETV Bharat / city

1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા

ગિરનાર પર્વત અને તેની આસપાસ વર્ષો પછી દીપડાએ સાધુઓનો શિકાર કર્યો છે. વરસો બાદ આ વિસ્તારમાં દીપડાની હાજરીથી ગિરનારના સાધુઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા
1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા
author img

By

Published : Apr 27, 2020, 7:48 PM IST

જૂનાગઢઃ છેલ્લા એક પખવાડિયાથી ગિરનાર અને તેની આસપાસના વિસ્તારમાં માનવભક્ષી બનેલા દીપડાઓએ બે સાધુનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇને હવે ગિરનાર પર્વત પર રહેતા સાધુ સંતોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 1987 બાદ પ્રથમ વખત દીપડા દ્વારા સાધુઓનો શિકાર બનવાની ઘટના બની છે જેથી પર્વત પર રહેતાં સાધુઓમાં ચિંતા જોવા મળી છે.

1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા
જે પ્રકારે છેલ્લા એક પખવાડિયાથી ગિરનાર પર્વત પર માનવભક્ષી બનેલા દીપડાઓ સક્રિય થયાં છે એને લઈને ગિરનાર પર્વત પર પણ લોકો અહીંથી ભયના માર્યા નીચે ઉતરી ગયાં છે અને ગિરનાર પર્વત પણ હવે સૂમસામ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં સમગ્ર દેશમાંથી આવેલા સાધુસંતો વર્ષોથી ધૂણી ધખાવીને દત્ત મહારાજની નિશ્રામાં નિશ્ચિંત બનીને તેમનું તપ કરતાં હોય છે ત્યારે વર્ષ 1987માં આ જ પ્રકારની ઘટના ગિરનાર પર્વત અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં બની હતી. તે સમયે માનવભક્ષી બનેલા દીપડાએ એક સાથે 12 કરતાં હતું સાધુસંતો અને 2 યાત્રિકોનો શિકાર કર્યો હતો. જે તે સમયે ગિરનાર પર્વત પર ખૂબ જ ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

lock down નો સમય ચાલી રહ્યો છે ત્યારે ગિરનાર પર્વત પર નીરવ શાંતિનો અહેસાસ થાય છે આવા સમયે સાધુસંતો માટે ઈશ્વરની આરાધના કરવી એ લહાવો બની જાય પરંતુ આજ નીરવ શાંતિનો સહારો લઈને દીપડાઓ હવે સાધુસંતોના ધૂણા વિસ્તારમાં આવી ચડે છે અને તેમનો શિકાર કરીને ફરી પાછા જંગલ વિસ્તારમાં જતાં રહે .ત્યારે પ્રભુભજનમાં મસ્ત રહેવા ઇચ્છતાં સાધુસંતોમાં દીપડાના આંટાફેરાને લઈને ભયમાં જીવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.