ETV Bharat / city

નિષ્ણાતોના મતે ચૂંટણીના સમયે આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ભાજપને નુકસાન કરાવશે - Politics of Yatras

ગુજરાતમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા ( BJP Gujarat Gaurav Yatra ) કાઢવામાં આવી રહી છે. પાછલા કેટલાક વર્ષોનો ઇતિહાસ તપાસવામાં આવે તો ચૂંટણીના સમયે ભાજપ દ્વારા આવી અનેક યાત્રા કાઢવામાં આવી છે. શા માટે ચૂંટણીના સમયે યાત્રાનું રાજકારણ રાજકીય પક્ષોને ખાસ કરીને ભાજપ કરી રહ્યું છે તે વિશે જૂનાગઢના રાજકીય બાબતોના જાણકાર વરિષ્ઠ પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક ( Opinion of Political Expert of Junagadh ) શું કહે છે તે જોઇએ

નિષ્ણાતોના મતે ચૂંટણીના સમયે આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ભાજપને નુકસાન કરાવશે

author img

By

Published : Oct 17, 2022, 5:35 PM IST

જૂનાગઢ આ પહેલાં પણ ચૂંટણીના સમયે ભાજપ દ્વારા આવી અનેક યાત્રા કાઢવામાં આવી છે.ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આગળની ચૂંટણીમાં કોઈ દેખીતો ફાયદો ભાજપને કરાવી જાય તેવી શક્યતાઓ ઓછી છે. યાત્રાનું રાજકારણ (Politics of Yatras ) હવે ગુજરાતનુ જનમાનસ ખૂબ ઓળખી ચૂક્યું છે ત્યારે ચૂંટણીના સમયમાં આયોજિત થતી ગુજરાત ગૌરવ યાત્રા ( BJP Gujarat Gaurav Yatra ) ભાજપને કોઈ મોટો ફાયદો કરાવી આપે તેવી શક્યતાઓ નહીવત જોવા મળશે.

યાત્રાનું રાજકારણ હવે ગુજરાતનુ જનમાનસ ખૂબ ઓળખી ચૂક્યું છે

27 વર્ષના ભાજપના શાસનને ગુજરાત ગૌરવ સાથે જોડીને યાત્રાનું આયોજન ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત બસ નજીકના સમયમાં થવા જઈ રહી છે આવા સમયે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાય છે. આ યાત્રા સમગ્ર ગુજરાતના બે ધાર્મિક સ્થાનોને સાંકળીને વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના ભાજપના નેતાઓ યાત્રામાં પાછલા 27 વર્ષના ભાજપના શાસનને ગુજરાત ગૌરવ સાથે જોડીને યાત્રાનું આયોજન કરાયું છે. ચૂંટણીના સમયે આયોજિત થતી આવી યાત્રાને લઈને યાત્રાના પોલિટિક્સ (Politics of Yatras ) પરથી હવે લોકોનું મન ઉઠી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રા ( BJP Gujarat Gaurav Yatra ) મતમાં પરિવર્તિત થશે તેવી શક્યતાઓ એકદમ નહિવત જોવા મળે છે.

હિન્દુ મતો ફરી ભાજપ તરફી એકમત થાય તે માટે આ યાત્રા ગુજરાત ગૌરવ યાત્રાને લઈને રાજનૈતિક વિશ્લેષક ધીરુ પુરોહિતે ( Opinion of Political Expert of Junagadh ) ભાજપની યાત્રાને લઈને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. ભાજપની આવી યાત્રાઓમાં ધર્મને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સોમનાથથી રામ મંદિર યાત્રા પર આ જ પ્રકારે ભાજપે ધર્મને કેન્દ્રસ્થાને રાખીને યાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત ધર્મને કેન્દ્રસ્થાને રાખીને યાત્રા આયોજિત થઈ છે. પરંતુ ભાજપે આ યાત્રા પાછળ ગુજરાતમાં બદલાયેલા જનમાનસને ધ્યાને રાખીને ફરી એક વખત ધર્મ આધારિત યાત્રાનું આયોજન કરીને સંભવત ગુજરાતમાં થવા જઈ રહેલા રાજકીય પરિવર્તનના ડરથી તેમજ હિન્દુ મતો ફરી ભાજપ તરફી એકમત થાય તે માટે આ યાત્રાનું ( BJP Gujarat Gaurav Yatra ) આયોજન કર્યું છે. ભાજપે આ યાત્રાને ધર્મની સાથે ગુજરાતના મોટા મંદિરોને સાંકળયા છે. પરંતુ આ યાત્રા થકી લોકમાનસને ફેરવી શકાશે અને ગુજરાતમાં ભાજપને થવા જઈ રહેલા સંભવિત નુકસાનને ખાળી શકવામાં આવી યાત્રાઓ મદદરૂપ થશે તેવું માનવું ભૂલભરેલું હશે.

ભાજપે આનન ફાનનમાં આ યાત્રા કાઢી જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર વિજય પીપરોતરે ( Opinion of Political Expert of Junagadh ) ભાજપની ગૌરવ યાત્રાને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેમ છતાં ગુજરાત ગૌરવ યાત્રા ( BJP Gujarat Gaurav Yatra ) કાઢવી પડે તેનાથી મોટી નાલોશી કોઈ પણ રાજ્ય સરકારની ન હોઈ શકે. પાછલા 27 વર્ષથી મતદારોની સતત ઉપેક્ષા અને લોકોની આશા અને અપેક્ષાઓમાં સરકાર ધીમે ધીમે ઉણી ઉતરી રહી છે. તેને લઈને ભાજપે આનન ફાનનમાં આ યાત્રા કાઢી છે. પરંતુ પ્રજા હવે ચૂંટણીના સમયે ખાસ કરીને ભાજપ દ્વારા કાઢવામાં આવતી યાત્રાના રાજકારણ (Politics of Yatras )સમજી ચૂકી છે. ભાજપ પોતે પણ માને છે કે મોટા ભાગનો મતદાર વર્ગ તેમનાથી નારાજ છે અને તેને ગુજરાત ગૌરવ યાત્રા કે જે ધર્મસ્થાનોને જોડી રહી છે. તેનાથી નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં સોમનાથથી કાઢવામાં આવેલી યાત્રાથી સમગ્ર દેશમાં ભાજપને હિંદુ ધાર્મિક મતોના ધ્રુવીકરણનો 100 ટકા ફાયદો થયો હતો પરંતુ ગુજરાત ગૌરવ યાત્રાથી મતદાનમાં ફાયદો થશે તેવું માનવું ગુજરાત સરકારનું ભૂલભરેલું અનુમાન હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.