જૂનાગઢઃ આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમો થકી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી જોવા મળી રહી છે. જુનાગઢ પોલીસે ચોબારી રોડ પર મકાન ભાડે રાખીને ઓનલાઈન વેબસાઈટ મારફતે જુગાર રમાડવાના કારસ્તાનનો પર્દાફાશ જૂનાગઢ પોલીસે કર્યો છે. આ અંગે પોલીસને મળેલી પૂર્વ અને ચોક્કસ બાતમીને આધારે ચોબારી રોડ પર ભાડાના મકાનમાં દરોડા પાડતા અનેક એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી.
આ પણ વાંચોઃ હદ થઈ ગઈ, 65 વર્ષના ડોસાએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કર્યું
વેબસાઈટથી જૂગારઃ પોલીસે તપાસ કરતા અહીંથી વેબસાઈટ મારફતે ઓનલાઈન જુગારનો અખાડો ચાલતો જોવા મળ્યો છે. જૂનાગઝ પોલીસે અમદાવાદના અલય દવે અને દ્વારકાના જૈમીન સોનૈયાની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. પાછલા ઘણા સમયથી ચોબારી રોડ પર ભાડાનું મકાન રાખીને કેટલાક અસામાજિક લોકો ઓનલાઇન જુગારનો અખાડો ચલાવી રહ્યા હતા. જેમાં યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસના દરોડા દરમિયાન કુલ મળીને ₹1,લાખ 80,હજાર 600 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી લેવાયો છે.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટને કલ્બમાં પરાણે કેફિ પીણું પિવરાવી રહ્યાનો સુધીરનો વીડિયો વાયરલ
આટલી રકમ મળીઃ જે પૈકી સાડા પાંચ હજાર રોકડ રકમ પકડી પાડવામાં આવી છે જૂનાગઢના વિપુલ કારીયા અને સંદીપ મકવાણા જુગારનો ઓનલાઈન અખાડો વેબસાઈટ મારફતે ચલાવતા હતા ભાડાનું મકાન રાખીને અહીં યુવાનોશને જુગાર રમાડવા માટે નોકરીએ રાખતા હતા પોલીસની રેડ દરમિયાન ચાર કમ્પ્યુટર 11 મોબાઈલ એક મોટરસાયકલ સહિત નો મુદ્દામાલ પકડી પાડી ને મુખ્ય આરોપી વિપુલ કારીયા અને સંદીપ મકવાણા ને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે ટેકનોલોજી ના આધુનિક સમયમાં યુવા ધનને વેબસાઈટ મારફતે જુગાર રમાડીને તેને આર્થિક રીતે પાયમાલ કરવાના કારસ્તાનને શોધી કાઢવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે.