- કોરોના મહામારીને કારણે સૂની પડી જુનાગઢ ઈદગાહ મસ્જીદ
- ઈદની નમાઝ અદા કરવામાં નહીં આવે
- કોરોના ગાાઈડ લાઈનનું કરવામાં આવશે પાલન
જૂનાગઢ: કોરોના મહામારીને છે સતત 2 વર્ષથી તહેવારો ફિકા પડ્યા છે. કોરોના ગાઈડ લાઈન અને લોકડાઉનના કારણે મુસ્લિમ બિરાદરો આ વર્ષે પણ પવિત્ર ઈદનો તહેવૈાર નહીં ઉજવી શકે. દર વર્ષે જુનાગઢના ઈદગાહ મેદાનમાં ઈદના દિવસે સામુહિક નમાઝ અદા કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના ગાઈડલાઈનને કારણે નમાઝ મોકુફ રાખવામાં આવી છે. ગત વર્ષે પણ આ નમાઝ મોકુફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : ઈદ દેશભરમાં કોરોનામાં ઉજવાઈ રહી છે
ઈદગાહ મસ્જિદ બિરાદરો વગર સુમસામ
ગત વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે જુનાગઢની સૌથી મોટી ઈદગાહ મસ્જીદ સુમસામ જોવા મળતી હતી ત્યારે આ વર્ષે પણ કરોના સંક્રમણને કારણે પવિત્ર ઈદના તહેવાર પહેલા ઈદગાહ મસ્જીદ સુમસામ જોવા મળી રહી છે આજથી બે વર્ષ અગાઉ જ્યારે રમઝાન ઈદનો તહેવાર આવવાના દિવસો બાકી હોય ત્યારે જ ઈદની નમાઝ ને લઈને ઈદગાહ મસ્જીદ માં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતો હોય છે