ETV Bharat / city

મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથમાં ઉમટ્યા શિવભક્તો - Darshan of Bhavnath Mahadev

આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે. ત્યારે ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે શિવ ભક્તો વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવી રહ્યા છે. મહાદેવના દર્શન કરીને શિવભક્તો આજે શિવરાત્રિના પાવન પર્વે ધન્યતા બક્ષી રહ્યા છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Mar 11, 2021, 4:32 PM IST

  • મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથ મહાદેવના દર્શન કરતાં શિવભક્તો
  • સરકારની ગાઈડલાઈન મુજબ ભવનાથ મંદિરમાં દર્શનાર્થીઓને અપાયો પ્રવેશ
  • ગિરિ તળેટી હર હર મહાદેવ અને બમ-બમ ભોલેના નાદથી બની શિવમય

જૂનાગઢઃ આજે મહાશિવરાત્રીનું મહાપર્વ ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોના ચુસ્ત પાલન કરવાની શરતે શિવ ભક્તોને ભવનાથ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ શિવભક્તો ભવનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવીને મહાશિવરાત્રીના મહાપર્વની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે.

જૂનાગઢ

હર હર મહાદેવના નાદથી ગિરિ તળેટી શિવમય બની

આજે શિવનો પ્રિય પ્રસંગ મહાશિવરાત્રી છે, ત્યારે ભવનાથની ગિરિ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજતી જોવા મળી રહી છે. વહેલી સવારથી ભકતો ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને શિવકૃપા પ્રાપ્ત કરતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે મંદિર પરિસરમાં દર્શન કરવા માટે શિવ ભક્તોની ભીડ પણ જોવા મળી હતી. શિવરાત્રીના દિવસે ભગવાન ભવનાથ મહાદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.