- સાસણ-તાલાલા ગીર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ
- ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં આવ્યો પલટો
- ગીરની કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન
ગીર સોમનાથઃ સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શનિવારે થયેલા કમોસમી વરસાદ અને પવનના પગલે કેસર કેરી ઝાડ પરથી ખરી જવાથી પાકને વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં આવ્યો પલટો
સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવી ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં કમોસમી વરસાદ
ભર ઉનાળે રસ્તા પર પાણી વહેતા થયા
શનિવારે બપોરે ચારે વાગ્યાની આસપાસ જૂનાગઢના વંથલી, સાસણ ગીર અને ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્રણેય પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય જઈ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસવાથી ભર ઉનાળે રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ
કેરી પકવતા ખેડૂતોમાં ચિતાનો માહોલ
શનિવારે ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી આંબા પર રહેલી કેરીઓ ખરી પડી હતી. આ વરસાદના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી કેરી પકવતા ખેડૂતો ચિતામાં મુકાઈ ગયા હતા.