ETV Bharat / city

Nirjala Ekadasi 2022: શા માટે આજના દિવસને ભીમ અગિયારસ પણ કહે છે અને શું છે મહત્વ, જૂઓ - નિર્જળા એકાદશીનું મહત્વ

આજે જ્યેષ્ઠ મહિનાની સુદ તિથિએ આવતી એકાદશી એટલે કે નિર્જળા એકાદશી (Nirjala Ekadasi 2022) છે. તો આ એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવામાં (Nirjala Ekadashi is also called Bhim Agiyaras) આવે છે. તો આની પાછળ શું કારણ છે. તે અંગે જોઈએ આ અહેવાલ.

Nirjala Ekadasi 2022: શા માટે આજના દિવસને ભીમ અગિયારસ પણ કહે છે અને શું છે મહત્વ, જૂઓ

author img

By

Published : Jun 10, 2022, 8:19 AM IST

જૂનાગઢઃ જયેષ્ઠ મહિનાની સુદ તિથિએ આવતી એકાદશીને નિર્જળા એકાદશી (Nirjala Ekadasi 2022) તરીકે હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજે (10 જૂને) નિર્જળા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આ એકાદશીનું વ્રત ભીમે પણ કરેલું હોવાના કારણે નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ (Nirjala Ekadashi is also called Bhim Agiyaras) ઓળખવામાં આવે છે.

24 એકાદશીથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય નિર્જળા એકાદશીથી મળે

24 એકાદશીથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય નિર્જળા એકાદશીથી મળે - આજે (10 જૂન) જયેષ્ઠ મહિનાની અગિયારસ એટલે કે, નિર્જળા એકાદશીનો તહેવાર છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ, આજના દિવસે કોઈ પણ ભક્ત અન્ન અને પાણીનો ત્યાગ કરીને ગૃપમાં નિર્જળા એકાદશીનું વ્રત કરે તો, તેને 24 એકાદશી કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું પુણ્ય નિર્જળા એકાદશી કરવાથી મળે છે. આવી હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ આજે નિર્જળા એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત (Importance of Nirjala Ekadashi) માતા કુંતા દ્વારા સમજાવવામાં આવતા 5 પાંડવો પૈકી ભીમે પણ કરેલું હતું. આના કારણે નિર્જળા એકાદશી ને ભીમ અગિયારસ તરીકે પણ સૌરાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો- ફૂલકાજળીના ધાર્મિક તહેવારની જૂનાગઢમાં કુમારિકાઓ દ્વારા ઉજવણી

હિન્દુ ધર્મમાં ઉપવાસની પરંપરા સાથે ભીમ અગિયારસને જોવામાં આવે છે - હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉપવાસને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ઉપ અને વાસ એટલે કે, જે પ્રભુને એકદમ નજીક હોય તેવો અર્થ કાઢવામાં આવે છે. તેને લઈને એકાદશીનો ઉપવાસ કરવાથી અને ખાસ કરીને નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી પ્રત્યેક ઉપવાસી ભક્ત તેમના આરાધ્ય દેવની એકદમ સમીપે જતા હોય છે. તેવી ધાર્મિક માન્યતાને કારણે પણ નિર્જળા એકાદશીનું ખૂબ (Importance of Nirjala Ekadashi) મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. વધુમાં કોઈ પણ ભાવિભક્ત નિર્જળા એટલે કે, ભીમ એકાદશીનું વ્રત કરે છે. તેને વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેવો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે

આ પણ વાંચો- આ વખતે વટ સાવિત્રીના પર્વ પર સોમવતી અમાસનો યોગ, લાલ નહીં પીળું સિંદૂર મનાય છે શુભ

નિર્જળા એકાદશીને ભીમ સાથે પણ છે ખૂબ નિકટનો સંબંધ - 5 પાંડવો પૈકી ભીમ એક માત્ર પાંડવ હતા (Nirjala Ekadashi is also called Bhim Agiyaras) કે છે ભોજન પ્રસાદને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. એક ક્ષણ માટે પણ ભીમ ભોજન પ્રસાદીથી દૂર રહેવા માગતા નહતા. આના કારણે ભીમ ઉપવાસથી દૂર રહેતા હતા. એટલે માતા કુંતી નિર્જળા એકાદશીના દિવસે તેમને ઉપવાસ કરવાની પ્રેરણા આપી માતા કુંતીએ ભીમને સમજાવ્યું હતું કે, નિર્જળા એકાદશીના દિવસે પાણી પણ ગ્રહણ કર્યા વગર જો ઉપવાસ કરવામાં આવે તો વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીનું પુણ્ય એક સાથે મળે છે. આથી આ એકાદશીનું વ્રત કરવા માટે ભીમ તૈયાર થઈ જાય છે અને તેથી નિર્જળા એકાદશીને સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ (Nirjala Ekadashi is also called Bhim Agiyaras) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.