જૂનાગઢઃ શું તમે ક્યારેય લાલ મકોડાનો માળો જોયો છે. ત્યારે આધુનિક ઈજનેરી જગતને ફરી એક વખત (Modern Engineering World Surprised) વિચારતા કરી મૂકે તેવો માળો જોવા (Nest of Red Large Ant in Bhavnath) મળ્યો છે ભવનાથ વિસ્તારમાં (Forest area of Bhavnath). આ સમય દરમિયાન ઝાડ પર રહેતા લાલ રંગના મકોડા (Nest of Red Large Ant in Bhavnath) દ્વારા આ માળો બનાવવામાં આવે છે. તો નાનાનાના જીવ એવા લાલ મકોડા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ વિશેષ પ્રકારના માળાનું સર્જન કરે છે.
માળાની વિશેષતા - મહત્વનું છે કે, ઉનાળો હવે પૂર્ણતાના આર છે. ત્યારે આવા ખાસ કરીને લાલ રંગના મકોડા પોતાનો માળો ઝાડ પર બાંધતા (Nest of Red Large Ant in Bhavnath) જોવા મળતા હોય છે. આ ઋતુ દરમિયાન મોટા પાંદડા ધરાવતા પીપળ, વડ, આંબો, ચીકુ સહિત મોટા પાન ધરાવતા ફળ પાકો પર મંકોડા ઝાડના પાનનો ઉપયોગ કરીને કુદરતી રીતે માળો બનાવતા હોય છે.
ચોમાસાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે માળો - આ માળો વિશેષ એટલા માટે છે કે, તે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને બનાવવામાં આવે છે. માળામાં વરસાદી પાણી દાખલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આવા અનેક માળાઓ ભવનાથમાં આવેલા જંગલ વિસ્તારમાં (Forest area of Bhavnath) હાલ બનતા જોવા મળી રહ્યા છે. આ માળાની બનાવટ આધુનિક ઈજનેરી જગતને (Modern Engineering World Surprised ) પણ ચોંકાવે તે પ્રકારની હોય છે.
આ પણ વાંચો- શોખ માટે કંઇ પણ : કારપ્રેમીએ પોતાનો શોખ પૂર્ણ કરવા માટે એમ્બેસેડર કાર પાછળ કર્યો અધધધ...ખર્ચો
ફળ પાકો માટે લાલ મંકોડા બને છે ઉપયોગી - ફળ, પાકો માટે લાલ મકોડા કે, જેને સૌરાષ્ટ્રમાં મમદા તરીકે (Red Large Ant known as Mamada) પણ ઓળખવામાં આવે છે. આ મમદા એટલે (Red Large Ant known as Mamada) કે લાલ મકોડા ફળ પાકોમાં આવતા રોગ વિવાદ પર કુદરતી રીતે નિયંત્રણ કરે છે. રોગ જીવાતના ઈંડા કોશેટો અને પુખ્ત ઈયળને લાલ મકોડા ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તેના કારણે ઠળ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ નિયંત્રિત કરવામાં કુદરતી રીતે આ મમદા (Red Large Ant known as Mamada) ખૂબ જ ઉપયોગી બને છે.
આ પણ વાંચો- Mother's Day 2022: પ્રાણી જેટલી મમતા મનુષ્ય ક્યારેય ન રાખી શકે, જૂઓ વીડિયો...
લાલ મકોડાનો ડંખ હોય છે ખૂબ જ પીડાદાયક- જોકે ફળપાક લેતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો આ મમદા કે, જે હજારોની સંખ્યામાં જોવા મળે છે. તે કોઈ પણ વ્યક્તિ પર એક સાથે હુમલો કરે છે. આ મમદા (Red Large Ant known as Mamada) એટલે કે, લાલ મકોડાનો ડંખ ખૂબ જ પીડાદાયક હોય છે. જોકે, તેનાથી કોઈ શારીરિક નુકસાન થતું નથી, પરંતુ ડંખનો દર્દ એટલો જોરદાર હોય છે કે, કોઈ પણ વ્યક્તિને બીજી વખત ઝાડ પર જવાની હિંમત ન થઈ શકે.