ETV Bharat / city

નવાબી કાળની ગરબીમાં સાક્ષાત ભગવતીનો વાસ દેખાય છે બાળાઓમાં - જૂનાગઢમાં નવરાત્રીનું આયોજન

જૂનાગઢમાં નવાબી કાળની પ્રાચીન ગરબીમાં બાળાઓ (Vanzari Chowk in Junagadh) રાસ લઈને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. નવાબી કાળની પ્રાચીન તરીકે (Junagadh Nawabi period Garbi) ઓળખાતી વણઝારી ચોક ગરબી મંડળે દિવાળીબેન ભીલ જેવા રાષ્ટ્રીય કલાકારને પણ જન્મ આપ્યો છે. (Junagadh Navratri organized)

નવાબી કાળની ગરબીમાં સાક્ષાત ભગવતીનો વાસ દેખાય છે બાળાઓમાં

author img

By

Published : Sep 22, 2022, 2:31 PM IST

Updated : Sep 22, 2022, 3:52 PM IST

જૂનાગઢ નવાબી કાળની પ્રાચીન ગરબી તરીકે ઓળખાતી વણઝારી ચોક (Vanzari Chowk in Junagadh) ગરબી મંડળની આજે પણ ગણતરી થાય છે. અહીં દર વર્ષે નવરાત્રી દરમિયાન માત્ર બાળાઓ ગરબે રમી શકે તે માટેના ગરબાનું આયોજન થાય છે. વણઝારી ચોક ગરબી મંડળે દિવાળીબેન ભીલ જેવા રાષ્ટ્રીય કલાકારની ભેટ આપી છે. ગરબાની શરૂઆત થાય તે પૂર્વે જ 15 દિવસ અગાઉ બાળાઓને ગરબાની ખાસ તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાનું આયોજન કરાય છે.(Junagadh Nawabi period Garbi)

વાબી કાળની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે

નવાબી કાળની ગરબી નવાબી કાળમાં શરૂ થયેલી વણઝારી ચોક ગરબી મંડળ દર વર્ષે નવરાત્રી દરમિયાન માત્ર બાળાઓ ગરબે રમી શકે તે માટેના ગરબાનું આયોજન થાય છે. જુનાગઢની સૌથી પ્રાચીન ગરબી માનવામાં આવે છે, અહીં નાત જાત જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ વગર કોઈ પણ બાળાઓને વિનામૂલ્ય ગરબે રમવા માટે તૈયાર કરાય છે. વણઝારી ચોક ગરબી મંડળે દિવાળીબેન ભીલ જેવા રાષ્ટ્રીય કલાકારને પણ જન્મ આપ્યો છે. જેથી ગરબી મંડળ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખૂબ પ્રસિદ્ધ છે. ઉલ્લેખીનય છે કે, નવરાત્રીમાં વર્ષોથી ગરબીમાં બાળાઓનું મહત્વ ખુબ રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં આ ગરબી પ્રાચીન માનવામાં આવે છે. (Navratri 2022 in Junagadh)

ભગવતીનો વાસ
ભગવતીનો વાસ

અહીં રજૂ થતા ગરબા ખાસ વણઝારી ચોક ગરબી મંડળમાં રજૂ થતા ગરબા ખાસ અને વિશેષ બને છે. જેનું આકર્ષણ સમગ્ર જિલ્લામાં જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈપણ એક નોરતે સળગતી ઈંઢોણી ભુવા રાસ, પટેલ પટલાણી અને ટીપળી રાસનું આયોજન થાય છે. પરંપરાગત રીતે આયોજિત થતા નવરાત્રીના આ રાસને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો રાહ જોતા હોય છે. સળગતી ઈંઢોણી અને ભુવા રાસ વણઝારી ચોક ગરબી મંડળની ખાસ વિશેષતા છે. જેને જોઈને માઈભક્તો ખૂબ આશ્ચર્યચકિત રહી જાય છે. (Junagadh Navratri organized)

નવાબી કાળની ગરબી

Last Updated : Sep 22, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.