ETV Bharat / city

Naresh Patel Khodaldham: નરેશ પટેલના રાજકારણમાં આવવાના નિર્ણયને પરિવાર આપશે સમર્થન? પુત્ર શિવરાજે જાણો શું કહ્યું

નરેશ પટેલે સક્રિય રાજકારણ (Naresh Patel Khodaldham)માં આવવું જોઇએ તેવું નિવેદન તેમના પુત્ર શિવરાજ પટેલે આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના આ નિર્ણયને પરિવાર સમર્થન આપશે. સાથે જ શિવરાજ પટેલે એ પણ જણાવ્યું હતું કે જો નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવશે આરોગ્યની સાથે શિક્ષણ જેવી મહત્વની સેવાઓ લોકોને મળશે.

Naresh Patel Khodaldham: નરેશ પટેલના રાજકારણમાં આવવાના નિર્ણયને પરિવાર આપશે સમર્થન? પુત્ર શિવરાજે જાણો શું કહ્યું
Naresh Patel Khodaldham: નરેશ પટેલના રાજકારણમાં આવવાના નિર્ણયને પરિવાર આપશે સમર્થન? પુત્ર શિવરાજે જાણો શું કહ્યું
author img

By

Published : Mar 25, 2022, 6:41 PM IST

જૂનાગઢ: નરેશ પટેલના રાજકીય પદાર્પણ (Naresh Patel Khodaldham)ને લઈને હવે પરિવારમાંથી પણ તેમને સમર્થન મળી રહ્યું છે. પુત્ર શિવરાજ પટેલે રાજકારણ (Politics In Gujarat)માં જોડાવાને લઈને નરેશ પટેલને સમર્થન આપ્યું છે. જેમજેમ વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે તેમ-તેમ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના સક્રિય રાજકારણમાં જોડાવાને લઈને રાજકીય પક્ષો (Political Parties In Gujarat)થી લઈને રાજનેતાઓ સુધી નરેશ પટેલને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે પાછલા એક મહિનાથી આમંત્રણ અને નિવેદનો મળી રહ્યા છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે જાણો શું કહ્યું

શિવરાજ પટેલે શું કહ્યું?- આવા સમયે શિવરાજ પટેલે આજે તેમના પિતા નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવું જોઈએ તેવુ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈને તેમનો સમગ્ર પરિવાર તેમને સમર્થન આપશે તેવું નિવેદન શિવરાજ પટેલે (Naresh Patel's Son Shivraj Patel) આપતા ફરી એક વખત નરેશ પટેલના સક્રિય રાજકારણમા જોડાવાને લઈને મામલો રાજકીય ચર્ચાના એરણે ચડેલો જોવા મળી રહ્યો છે. શિવરાજ પટેલે માધ્યમોને નિવેદન આપતા જણાવ્યું છે કે, મારા પિતા અને પાટીદાર અગ્રણી (Patidar Leaders Gujarat) તેમજ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ અને તેમના નિર્ણયને સમગ્ર પરિવાર સમર્થન આપશે.

આ પણ વાંચો: Naresh Patel Khodaldham: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય

આગામી દિવસોમાં નરેશ પટેલ લઈ શકે છે નિર્ણય- નરેશ પટેલે રાજકીય પદાર્પણને લઈને 30મી માર્ચ બાદ તેઓ કોઇ અંતિમ નિર્ણય કરશે તેવું માધ્યમોને જણાવ્યું હતું. શિવરાજ પટેલનું નિવેદન એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કે, નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈને અત્યાર સુધી રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા તેમને આગ્રહ અને વિનંતી કરવામાં આવતી હતી કે તેઓ રાજકારણમાં જોડાય. પરંતુ હવે જ્યારે તેમના પરિવારના સભ્યએ જ નરેશ પટેલને સક્રિય રાજકારણમાં જોડાવાને લઈને સમર્થન આપ્યું છે ત્યારે મામલો વધુ મહત્વનો બની જાય છે. આગામી દિવસોમાં નરેશ પટેલ તેમના રાજકીય પદાર્પણ લઇને કોઇ અંતિમ નિર્ણય કરશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું

નરેશ પટેલ રાજકારણમાં આવે તો લોકોને શું ફાયદો થશે?- નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે નરેશ પટેલના સક્રિય રાજકારણમાં આવવાની સાથે આરોગ્ય અને શિક્ષણ (Education Facilities In Gujarat)ને લઈને વધુ સક્રિય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટનું જે સંગઠન બન્યુ છે તેનો મુખ્ય ધ્યેય શિક્ષણ અને આરોગ્ય (Health Facilities In Gujarat)ની સેવાઓ સુનિશ્ચિત બને તે માટે કરવામાં આવ્યો છે. ત્યારે આજે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે પણ આ વાતનો પુનરોચ્ચાર કરીને નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવે તો આરોગ્યની સાથે શિક્ષણ જેવી મહત્વની સેવાઓ લોકોને મળશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં શિવરાજ પટેલ રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.