જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં સાત હજાર કરતાં પણ વધુ ભાષાઓના અસ્તિત્વની વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઇ રહી છે. અન્ય ભાષાઓના થયેલા અતિક્રમણ અને અન્ય ભાષાઓને લઈને આપણી આંધળી ઘેલછાને કારણે આપણી પોતીકી ગુજરાતી ભાષાને ઘણી હાની પહોંચી છે, ત્યારે માતૃભાષાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય માતૃભાષાના દિવસે (Mother Tongue Day 2022) આપણી પોતીકી ગુજરાતી ભાષાને થઇ રહેલા અન્યાય સામે એક નવી સમજણ આપી રહ્યા છે.
યુનેસ્કો દ્વારા એક રેલીનું આયોજન
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે (International mother tongue day) દરેક વ્યક્તિ અને દેશને તેની માતૃભાષા પ્રત્યે ખુમારી હોય અને આવી ખુમારી હોવી જ જોઈએ, તેવું સૌ કોઈ માની રહ્યા છે, પરંતુ કેટલીક ભાષાઓને બચાવવા અને તેને લુપ્તપાઈ બનતી અટકાવવા માટે વર્ષ 2000ની 21મી ફેબ્રુઆરીના દિવસે યુનેસ્કો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે 21મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રી માતૃભાષા દિવસની ઉજવણી કરવાની પરંપરા (Tradition of mother tongue celebration) શરૂ કરવામાં આવી છે. જે આજે પણ જોવા મળી રહી છે.
સપનાની ભાષા એટલે માતૃભાષા
ગુજરાતી અને અંગ્રેજી વિષયના અધ્યાપકો પણ માતૃભાષાને લઈને ખૂબ જ આસ્વસ્થ જોવા મળે છે. અધ્યાપકો જણાવી રહ્યા છે કે, જે ભાષામાં સપનું આવે તે ભાષા આપણી માતૃભાષા માતૃભાષા વગર સપનાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, માટે ભાષાનુ સંરક્ષણ કરવું તે પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. માતૃભાષા સિવાયની કોઈ પણ ભાષા આપણી માસી સમાન છે. જે ક્યારેય સપનાની ભાષા ન બની શકે સપનું કોઈપણ વ્યક્તિને પોતાની માતૃભાષામાં જ આવે આજ મહત્વ માતૃભાષાનું છે અને તેને કારણે લુપ્ત થતી માતૃભાષાને બચાવવા માટે આજના દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો
મને અંગ્રેજી ભાષા નથી ગમતી એવું પણ નથી
આજના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma gandhi on mother tongue)ની યાદ આવ્યા વગર રહી શકે ખરી? ગાંધીજી પોતે સ્પષ્ટ માનતા હતા કે મને અંગ્રેજો નથી ગમતા પણ અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રેમ આદર અને માન છે, પરંતુ મને મારી માતૃભાષા પ્રત્યે વિશેષ અને અખૂટ લગાવ છે. આવી માતૃભાષાને કોઈ શક્તિ ક્યારેય પણ મીટાવી શકવા માટે સમર્થ બનશે નહીં. ગાંધીજીના આજ વિચારોને અક્ષરસહ ફળીભૂત કરવાના પ્રયાસોથી લુપ્ત થઈ રહેલી માતૃભાષાને બચાવવા માટે આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઇ રહી છે.
આ પણ વાંચો: શું ભારતમાં વિદેશી નાગરિક ચૂંટણી પ્રચાર કરી શકે?