- વાવાઝોડાની વિપરીત અસરોને કારણે જૂનાગઢમાં ચોમાસાનો વરસાદ ખેંચાયો
- તમામ તાલુકામાં 30 થી લઈને 60 ટકા સુધી વરસાદની જોવા મળી રહી છે ઘટ
- હવામાન વિભાગ દ્વારા બુધવાર સુધીમાં મધ્યમથી હળવા વરસાદની કરાઈ આગાહી
જૂનાગઢઃ મેમાં આવેલાં વાવાઝોડા બાદ ચોમાસું વહેલું બેસી જશે તેવી તમામ સંભાવનાઓ વ્યક્ત થઈ હતી. પરંતુ વાવાઝોડાની વિપરીત અસરોને કારણે અત્યારે ચોમાસાનો વરસાદ ( Monsoon Delay ) ખેંચાઇ રહ્યો છે. આ સમય દરમિયાન ચોમાસાની ઋતુ તેની ચરમસીમા પર જોવા મળતી હોય છે પરંતુ હાલ ચોમાસાની તમામ સિસ્ટમ જાણે કે વિખેરાઈ ગઈ હોય તે પ્રકારે વરસાદની ભારે ઘટ જોવા મળી રહી .જોકે આગામી ચોથી તારીખ ને બુધવાર સુધીમાં હળવા વરસાદની શક્યતાઓ ( Rain forecast ) હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
29 ટકા જેટલા વરસાદની ઘટ
ટકાવારીમાં ગણતરી કરીએ તો જુલાઈ માસમાં પણ 29 ટકા જેટલા વરસાદની ઘટ આજે પણ છે. વાવાઝોડાની વિપરીત અસરોને પગલે ચોમાસાની સિસ્ટમ ( Monsoon Delay ) ગુજરાત પરથી દૂર થઈ રહી છે. જેને કારણે વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સારા વરસાદના ( Rain forecast ) કોઇ ઉજળા સંજોગો જોવા મળતાં નથી.
આ પણ વાંચોઃ Gujarat rain update: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, માણાવદર તાલુકાના પાંજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ
આ પણ વાંચોઃ Gujarat rain update: જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો, ઠેર ઠેર પાણી ભરાય