ETV Bharat / city

ધારાસભ્ય ભીખાભાઈએ બિસ્માર માર્ગો અંગે માર્ગ અને મકાન પ્રધાનને રજૂઆત કરી - ગામોના માર્ગોની હાલત ખરાબ

જૂનાગઢની આસપાસ આવેલા અનેક ગામો માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ માર્ગોનું નવીનીકરણ અને તેના રિપેરીંગને લઈને માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીને પત્ર લખ્યો છે.

Minister of Roads and Buildings regarding bad roads of junagadh

author img

By

Published : Sep 27, 2021, 8:05 PM IST

Updated : Sep 27, 2021, 8:10 PM IST

  • જૂનાગઢના ધારાસભ્યએ ગ્રામ્ય કક્ષાના માર્ગોને લઈને માર્ગ-મકાન પ્રધાનને લખ્યો પત્ર
  • જૂનાગઢ જિલ્લા મથક સાથે જોડતા 10 કરતાં વધુ ગામોના માર્ગો ખખડધજ
  • ધારાસભ્ય ભીખાભાઈ દ્વારા કામ તાકીદે શરૂ થાય તેવી માંગ કરાઈ

જૂનાગઢ : રાજ્યના માર્ગ અને મકાન પ્રધાનને જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ તેમના મતક્ષેત્રમાં આવતા તેમજ જૂનાગઢને જોડતા 10 કરતાં વધુ ગામોના માર્ગોનું નવીનીકરણ અને તેના રિપેરીંગ માટે પત્ર લખીને કામ તાકીદે શરૂ થાય તેવી માંગ કરી હતી.

ધારાસભ્ય ભીખાભાઈએ બિસ્માર માર્ગોને લઈને માર્ગ અને મકાન પ્રધાને રજૂઆત કરી

માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી પાસે માંગ

ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે સોમવારે જૂનાગઢ વિધાનસભામાં આવતા ઈવનગર, તલીયાધાર, આંબલીયા, વાલાસીમડી સહિત 10 કરતાં વધુ ગામોના માર્ગોના નવીનીકરણ અને સમારકામ અંગે રાજ્યના માર્ગ અને મકાન પ્રધાનને પત્ર દ્વારા માંગ કરી છે. જૂનાગઢના 10 કરતાં વધુ ગામોના માર્ગો જિલ્લા મથક સાથે જોડાયેલા છે, આ રસ્તાઓ અતિ બિસ્માર અને ખખડધજ હોવાને કારણે લોકોને ખૂબ જ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે માર્ગોના નવીનીકરણ અને સમારકામને લઈને માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી પાસે પત્ર દ્વારા માંગ કરી છે.

10 કરતાં વધુ ગામોના માર્ગો ખખડધજ

જૂનાગઢમાં આવતા ઈવનગર ગામનો પ્રવેશ માર્ગ, તલીયાધર ગામને જોડતો એપ્રોચ રોડ, આંબલીયા રૂપાવટી ગામને જોડતો માર્ગ તેમજ વાલાસીમડી વાણંદીયા અને ઝાલણસર જવાનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેના નવીનીકરણ અને રિપેરીંગને લઈને માર્ગ-મકાન પ્રધાન પૂર્ણ મોદીને પત્ર દ્વારા માંગ કરી છે. વધુમાં ડેરવાણ, કાથરોટા, પ્લાસવા, સોનારડી, માખીયાળા, વાલાસીમડી અને પ્લાસવા ઘુડવદર આ ગામોને જોડતા માર્ગનું પ્લાનિંગ, કાચા રસ્તા બનાવવાની દરખાસ્ત ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીને કરી હતી.

આ પણ વાંચો:

Last Updated : Sep 27, 2021, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.