ETV Bharat / city

Gir Project Lion: પ્રોજેક્ટ લાયનને પાર પાડવા માટે જોઈશે આ લોકોની મદદ, નેતાઓએ શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ

author img

By

Published : May 25, 2022, 1:13 PM IST

Updated : May 25, 2022, 3:49 PM IST

ગીરમાં પ્રોજેક્ટ લાયનને (Gir Project Lion) લઈને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણાની બેઠકોનો ધમધમાટ ચાલુ થયો છે. આગામી પ્રોજેક્ટ લાયનને લઈને નેતાઓ વેપારી અને ગીરના માલધારી સાથે બેઠકો કરી રહ્યા છે. તો બીજી તરફ પ્રોજેક્ટ લાયનને લઈને ગીરમાં ટુરિઝમ એક્ટિવિટીને આકર્ષવાના કરવાના પ્રયાસ પર પણ ચર્ચાઓ...

Gir Project Lion: પ્રોજેક્ટ લાયનને પાર પાડવા માટે જોઈએ આ લોકોની મદદ, નેતાઓએ શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ

જૂનાગઢ : કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની સાથે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણા સહિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાસણ સિંહ સદન ખાતે આગામી પ્રોજેક્ટ લાયનને (Gir Project Lion) લઈને મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. એક મહિના બાદ પ્રોજેક્ટ લાયનને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન પ્રોજેક્ટ લાયનને શરૂ કરવાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારનો વન વિભાગ કામ કરતું જોવા મળશે તેવી માહિતી મળી રહી છે.

ગીરમાં પ્રોજેક્ટ લાયનને લઈને બેઠકોનો ધમધમાટ ચાલુ

પ્રોજેક્ટ લાયનને લઈને બેઠકનો ધમધમાટ - કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની સાથે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાસણ નજીક હોટેલ ધરાવતા ઉદ્યોગકારો અને ગિરના માલધારીઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. આ બેઠકો આગામી પ્રોજેક્ટ લાયનને (Gir National Park) લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા, ત્યારે પ્રોજેક્ટ લાયનને લઈને તેઓ ખુબ ઉત્સાહિત હતા. હવે જ્યારે તે વડાપ્રધાનપદ સુધી પહોંચી ગયા છે, ત્યારે તેમના સ્વપ્ન સમાન આ પ્રોજેક્ટ લાયન તાકીદે શરૂ થાય તેવા ઉજળા સંજોગોનો નિર્માણ થયું છે. આગામી એક મહિના બાદ કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગ પ્રોજેક્ટ લાયનને લઈને કોઈ અંતિમ નિર્ણય જાહેર કરશે, ત્યારબાદ વિધિવત રીતે ગીર અને સાસણ અભ્યારણ વિસ્તારમાં પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે.

આ પણ વાંચો : Roads In Gir Somnath: ગીર સોમનાથ આવી રહેલા CR પાટીલ સમક્ષ લાટીના ગ્રામજનો વિરોઘ પ્રદર્શન કરશે

ગીરમાં ટુરિઝમ એક્ટિવિટીને આકર્ષવાના થશે પ્રયાસ - પ્રોજેક્ટ લાયનને લઈને અહીં આવતા પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સવલતો અને સુવિધાઓ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો ખાસ કરીને વન અને માર્ગ તેમજ મકાન વિભાગ સાસણ સહિત ગીર અભયારણ્યમાં સારા માર્ગો ઉપસ્થિત કરાવશે. જેને કારણે વિદેશથી આવતા પ્રવાસીઓને લઈને કોઈ અગવડતા ના ભોગવે તેને ધ્યાને રાખીને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને માર્ગના નવીનીકરણ અને તેના વિસ્તૃતીકરણને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો. આગામી દિવસોમાં સાસણને જોડતા માર્ગોનું નવીનીકરણ થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. વધુમાં હોટેલ ઉદ્યોગને પણ વેગવંતો બનાવવાની વાત પરિમલ નથવાણીએ કરી છે. તો સાથે સાથે હોટેલ એસોસિએશને પણ સતત વધી રહેલા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને હોટેલના વિસ્તૃતિકરણ કરવા માટે વન વિભાગ સરળ નીતિ અપનાવે તેવી માંગ કરી છે.

ચોમાસા દરમિયાન બફર ઝોનમાં સફારી શરૂ કરવાની માંગ - હોટેલ એસોસિએશન દ્વારા ગીર અભ્યારણ્યમાં દિવસ દરમિયાન ત્રણ સફાઈની વ્યવસ્થા ચલાવવામાં આવી રહી છે. તેમાં ઘટાડો કરીને બપોરના 12થી ત્રણની સફારી બંધ કરવાની હિમાયત કરી છે. વધુમાં ચોમાસાના ચાર મહિના ગીર અભયારણ્ય (Sasan abhayaranya Project Lion) સિંહ દર્શન માટે બંધ રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ટુરિઝમ ગતિવિધિ એકદમ બંધ થયેલી જોવા મળે છે, ત્યારે ચોમાસાના સમય દરમ્યાન બફર ઝોનમાં કે જ્યાં સિહો વસવાટ કરી રહ્યા છે. તેવા વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પણ સફારી શરૂ કરવામાં આવે તેવી માંગ હોટલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. હોટેલ એસોસિએશનનો દાવો છે કે, બફર ઝોનમાં સફારી શરૂ કરવાથી ગેરકાયદેસર રીતે થઈ રહેલા લાયન શો પર સંપૂર્ણ પ્રતિબંધ આવશે. સાથે વર્ષના આઠ મહિના સાસણ સહિત આસપાસના વિસ્તારો ટુરિઝમ (Tourism in Gir) ગતિવિધિથી ધમધમતા જોવા મળશે.

આ પણ વાંચો : Wildlife Committee Of Parliament : સંસદની વન્યજીવ સમિતિની મુલાકાત બનશે ખાસ, સિંહોને લઈને અનેક નિર્ણયના ભણકારા

ગીરના માલધારીઓને લઈને ચર્ચા - ગીરના માલધારીઓને ગીરમાંથી સ્થળાંતરિત કરવાને લઈને પણ વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. ગીરમાં અનેક માલધારીઓ નેશ બનાવીને રહે છે ત્યારે માલધારીઓને ગીર જંગલ કે અભ્યારણ્યની બહાર સ્થળાંતરિત કરવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજના છે, તેમાં આર્થિક રીતે વધારો કરીને જંગલની બહાર અન્ય જગ્યા પર જવા માટે સહમત થયેલા માલધારીઓને પોતાનો માલઢોરની સાથે પરિવારનું જીવનનિર્વાહની થાય તે માટે આર્થિક સહાયની સાથે જમીન આપવાની બાબત પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ લાયનની મંજૂરી મળ્યા બાદ ગીરમાં પ્રવાસન ગતિવિધિને વધુ વિસ્તાર મળશે અને સાથે સાથે અહીં આવતા પ્રવાસીઓની (Gir Tourists Convenience) સુવિધા અને સંખ્યામાં પણ ખૂબ વધારો થશે.

Last Updated : May 25, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.