- આગામી લીલી પરિક્રમાને લઈને ગિરનાર ઉતારા મંડળ દ્વારા યોજવામાં આવી બેઠક
- આ બેઠકમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને કરાઈ ચર્ચાઓ
- રાજ્ય સરકાર જે પ્રકારે મંજૂરી આપે તે મુજબ પરિક્રમા કરવાની ઉતારા મંડળે તૈયારી દર્શાવી
જૂનાગઢ: આગામી કારતક સુદ અગિયારસના દિવસે ગરવા ગિરનારની લીલી પરિક્રમા (Girnar Parikrama) ને લઈને ભવનાથ ઉતારા મંડળ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં આગામી લીલી પરિક્રમાને લઈને વિગતવાર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવેલી ગિરનારની લીલી પરિક્રમાના માર્ગો સુનાસમ જોવા મળ્યા
લીલી પરિક્રમાને લઈને ગિરનાર ઉતારા મંડળ કમર કસી રહ્યું છે
હવે આ વર્ષે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આગામી લીલી પરિક્રમા (Girnar Parikrama) ને લઈને ગિરનાર ઉતારા મંડળ કમર કસી રહ્યું છે. આજે અધ્યક્ષ ભાવેશ વેકરીયાની હાજરીમાં ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લીલી પરિક્રમાને લઈને વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર જે પ્રકારે લીલી પરિક્રમાનું આયોજન કરે તેમાં સહભાગી થવાની પણ ઉતારા મંડળે તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો: ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘરે બેઠા દર્શન
ઉતારા મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વેકરીયાએ Etv Bharat સમક્ષ કરી વાતચીત
કારતક સુદ અગિયારસના દિવસે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Parikrama) શરૂ થઈ રહી છે, જેને ધ્યાને રાખીને ઉતારા મંડળ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પરિક્રમાના આયોજનને લઇને ચર્ચા વિચારણા કરશે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી પરંતુ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તેવા હેતુસર ઉતારા મંડળના 25 સદસ્યોને પ્રતિકાત્મક પરિક્રમાં કરવાની મંજૂરી સરકાર (Govt) દ્વારા આપવામાં આવી હતી. તે મુજબ પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી.
સરકાર મંજુરી ન આપે તો ગત વર્ષની જેમ પ્રતિકાત્મક પરિક્રમા કરાશે
ચાલુ વર્ષે કોરોનનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો રાજ્ય સરકાર પૂર્ણ પરિક્રમા (Girnar Parikrama) ને મંજૂરી આપશે તો ઉતારા મંડળ પણ તેમાં સહભાગી બનશે. નહીંતર ગત વર્ષની માફક આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમા દ્વારા ધાર્મિક પરંપરાને પૂર્ણ કરવાની વિધિ ઉતારા મંડળ અને તેમના સદસ્યો દ્વારા પૂર્ણ કરવામાં આવશે.