ETV Bharat / city

આદિ-અનાદિ કાળથી સૌરાષ્ટ્રની ધરાને જીવંત બનાવતા ગીરના નેસ અને અહીં રહેતા માલધારીઓ - ગીર ગુજરાતમાં

સૌરાષ્ટ્રની રસધારાને આદિ અનાદિકાળથી સાચવતા આવતા ગીરમાં આવેલા નેસ(Gir Ness) અને તેના માલધારીઓ(maldharis) આજે ગીર અને જીવંત બનાવી રહ્યાં છે. અનાદિકાળથી ગિરનારને માલધારીઓ પશુપાલનના વ્યવસાય કરીને ગીરને સાચવતા અને તેને ઉન્નત કરતા જોવા મળી રહ્યાં છે.

પ્રાચીન કલા વારસાની સાથે પશુપાલન વ્યવસાયને નેસે જાળવ્યો

author img

By

Published : Jun 17, 2021, 9:25 PM IST

  • સૌરાષ્ટ્રની રસધારાને સાચવીને અડીખમ ઉભા ગીરના નેસ
  • આદિ અનાદિકાળથી નેસડા સમાજ જીવનને ઉન્નત કરી રહ્યાં છે
  • પ્રાચીન કલા વારસાની સાથે પશુપાલન વ્યવસાયને નેસે જાળવ્યો

જૂનાગઢ: સૌરાષ્ટ્રની રસધારાને તરબોળ કરતાં ગીરના નેસ(Gir Ness) આદિ-અનાદિ કાળથી પ્રાચીન સંસ્કૃતિને અને ખાસ કરીને લોક સાહિત્યની સાથે પશુપાલન જેવા પાયાના વ્યવસાયને સાચવીને ગીરના નેશ આજે સૌરાષ્ટ્રની રસધારાને પુનર્જીવિત કરતા હોય એ પ્રકારે જોવા મળી રહ્યાં છે. ગીરમાં આવેલો અમરવેલ નેશ સૌરાષ્ટ્રની રસધારા પ્રાચીન સંસ્કૃતિ અને લોકસાહિત્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આધુનિક સમયમાં પણ ગીરના નેશોમાંથી જે લોક સાહિત્યની સરવાણી વહે છે.

પ્રાચીન કલા વારસાની સાથે પશુપાલન વ્યવસાયને નેસે જાળવ્યો

વર્ષોથી ગીરમાં પ્રાચીન સંસ્કૃતિ અને પશુપાલનને આજે પણ સાચવ્યું છે

ગીરના નેસમાં વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો પેઢી દર પેઢી નિવાસ કરી રહ્યાં છે. માલધારીઓ(maldharis)નો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. વહેલી સવારે ગીરના માલધારીઓ પોતાના પશુધનને લઈને જંગલમાં જ ચરાવવા નીકળી જાય છે. દિવસ દરમિયાન પગપાળા ગીરનું ભ્રમણ કરીને પોતાના જીવ સમાન પશુઓને લઇને સાંજે પરત આવતા હોય છે. દિવસ દરમિયાન જંગલમાં સિંહોની સાથે સતત જોવા મળતા માલધારીઓ સમાજ જીવનની રસધારાને પણ આગળ વધારવામાં આજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. ગીર(gir)માંથી નીકળેલું ચારણી સાહિત્ય આજે સમગ્ર વિશ્વને સૌરાષ્ટ્રની રસધારાના દર્શન પણ કરાવે છે.

માલધારીઓ પોતાના સાહિત્યને વિશ્વપટલ પર પહોંચાડવામાં પ્રયત્નશીલ
સૌરાષ્ટ્રની રસધાર અને અહીંનું સાહિત્ય ગીરના એકેએક કણમાંથી ઉદ્દભવી રહ્યું છે. લાંબા સમયથી ગીરનું જીવન સૌરાષ્ટ્રની સાહિત્ય રસધારાને દિવસેને દિવસે ઉન્નત કરી રહ્યું છે. મેઘાણીથી લઈને કવિ દુલા ભાયા કાગ અને આધુનિક સમયના રાજભા ગઢવી આનું ઉત્તમ ઉદાહરણ છે. આવા અનેક કલાકારો છે જેણે ચારણી સાહિત્ય અને સૌરાષ્ટ્રની રસધારાને ગીર(gir)માંથી નિષ્પંદિત કરવાનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. સામાન્ય રીતે ગીરમાં જન્મેલો ઉછરેલો અને મોટો થયેલો યુવાન ચારણી સાહિત્યને જાણે કે ગળથૂથીમાં લઈને આવતો હોય તે પ્રકારે સાહિત્યનું સર્જન અને તેને લોકો સુધી પહોંચાડવામાં આજે પ્રયત્નશીલ બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.