ETV Bharat / city

જૂનાગઢના વિસાવદરમાં લવ જેહાદ : સર્વે હિન્દુ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - લઘુમતી યુવાન

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના એક ગામમાં થોડા દિવસો પહેલા લવજેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. યુવતીનું અપહરણ કરનાર યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.લવ જેહાદની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ સાથે આવ્યા છે.

junagadh
જૂનાગઢ
author img

By

Published : Sep 26, 2020, 9:12 AM IST

જૂનાગઢ : જિલ્લાના વિસાવદરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લઘુમતી સમાજના યુવક વિસાવદરના એક ગામની એક યુવતીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યાની ફરિયાદ યુવતીના પરિવારે નોંધાવી હતી, પરંતુ હજુ સુધી અપહરણ કરી જનાર યુવક વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવતા સર્વ હિંદુ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં ભાજપ અને કોંગ્રેસે પણ સાથ પુરાવ્યો હતો

યુવતીના અપહરણને લઈ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પરિવારજનોએ પુત્રીને અપહરણ કરનારના કબ્જામાંથી છોડાવવાની માંગ કરી હતી. યુવતીના પરિવારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, ઘરેથી જતા પૂર્વે તેમની દીકરી 5000 કરતાં વધુની રોકડ અને સોનાના કેટલાક દાગીના લઇને આ યુવક યુવતીને ફસાવીને તેનું અપહરણ કર્યું છે.

જૂનાગઢના વિસાવદરમાં લવ જેહાદ : સર્વે હિન્દુ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જોવા મળી નથી.વિસાવદર તાલુકાના સર્વે હિન્દુ સમાજે મામલતદાર કચેરીએ એકઠા થઈને અપહરણ કરનાર લઘુમતી સમાજના યુવક વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે. તેમજ મુખ્યપ્રધાનને સંબોધીને રજૂ કરવામાં આવેલું આવેદનપત્ર મામલતદારને સોંપ્યું હતું.

જૂનાગઢના વિસાવદરમાં લવ જેહાદ

આ સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બનતા ભાજપ અને કોંગ્રેસના પ્રમુખે પણ હાજરી આપી હતી. અપહરણ કરનાર લઘુમતી યુવાન વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.