ETV Bharat / city

દ્રષ્ટિહિન જંગલના રાજાને મળ્યું મોટું દાન, હવે કરે છે.... - સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રેસ્ક્યુ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં(Sakkarbagh Zoo) દ્રષ્ટિહીન બનેલા યુવાન નરસિંહને સફળતાપૂર્વક ઓપરેશન(lion cataract operation) કરીને આંખમાં આવેલા મોતીયાને દૂર કરી નેત્રમણી બેસાડીને ફરીથી જંગલના રાજાને આંખમાં દ્રષ્ટિ પ્રસ્થાપિત કરવાનું અઘરું કામ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના તબીબો અને અધિકારીઓએ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

દ્રષ્ટિહિન જંગલના રાજાને મળ્યું મોટું દાન, હવે કરે છે....

author img

By

Published : May 8, 2022, 6:11 PM IST

જૂનાગઢ : જૂનાગઢના જંગલો માંથી એક દ્રષ્ટિહીન સિંહ(blind lion) મળી આવ્યો હતો, તેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રેસ્ક્યુ(Rescue at Sakkarbagh Zoo) કરીને લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીબી ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, યુવાન સિંહ આંખે જોઇ શક્તો ન હતો, તેનો પ્રાથમિક ઉપચાર શરૂ કરવામાં આવ્યો હતો. નર સિંહની આંખમાં મોતિયો(lion cataract operation) હોવાનું સામે આવતા વન વિભાગમાં પણ ચિંતા જોવા મળી હતી. પાંચ વર્ષના સિંહને ફરી એક વખત દ્રષ્ટિવાન બનાવવા માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારી દ્વારા મહેનત કરીને સિંહના મોતિયાનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું હતું. સિંહને ફરી એક વખત નવી દ્રષ્ટિ મળતા તે જંગલને જોઈ રહ્યો છે, આ સિંહની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ પૂર્ણ થતા તેને આગામી દિવસોમાં જંગલના મુક્ત વાતાવરણમાં છોડી દેવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...

સિંહનું કરાયું રેસ્ક્યું - જામવાળા જંગલ વિસ્તારમાં એક યુવાન સિંહ બિમાર હાલતમાં મળી આવ્યો હતો. સિંહ સતત એક જગ્યા પર બેસી રહેતો હતો અને ખોરાકને લઈને પણ તે નિષ્ક્રિય જણાતો હતો. આવી પરિસ્થિતિમાં વન વિભાગને સિંહની તબિયત પર શંકાઓ થતા તેનુ રેસ્ક્યુ ટીમ દ્વારા જામવાળાથી સિંહનુ રેસ્ક્યુ કરીને તેને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો. અહીં સિહ ખોરાકને પણ જોઈ ન શકતો હોવાને કારણે ખોરાક પર પણ ઉદાસીન જણાતો હતો, આવી પરિસ્થિતિમાં સિંહને કોઈ આંખને લગતી બીમારી હોઈ શકે છે, તેના તારણ પર પ્રાણી સંગ્રહાલયના તબીબો અને અધિકારીઓ આવ્યા હતા અને ત્યારબાદ સિંહને મોતિયો હોવાનું તારણ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો - મધ્યપ્રદેશમાં છે અનોખુ પ્રાણી સંગ્રહાલય, 30 પ્રજાતિના 300થી વધુ દુર્લભ પક્ષીઓના આપવામાં આવ્યા છે અનોખા નામ

સિંહ મોતિયાની બિમારીથી પિડાતો હતો - યુવાન સિંહને આંખમાં મોતિયો હોવાની વાત સામે આવતા જ વનવિભાગના અધિકારીઓએ તેના ઓપરેશનને લઈને માહીતી એકઠી કરી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય કુદરતી રીતે મોતને ભેટેલા સિહની આંખના નમુના પરથી madurai સ્થિત લેબોરેટરી માંથી નેત્રમણી બનાવરાવવામાં આવી હતી. આ નેત્રમણી પાંચ વર્ષના યુવાન સિંહમા સફળતાપૂર્વક બેસાડવામાં આવી હતી. ઓપરેશન બાદ સિંહને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.