ETV Bharat / city

ગીર વિસ્તારમાં દીપડાઓનો હાહાકાર, એક મહિનામાં 12 લોકોના મોત - junagadh news

જૂનાગઢઃ છેલ્લા એક મહિનામાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓએ હાહાકાર મચાવ્યો છે. અચાનક દીપડાઓના જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. જેમાં એક મહિનામાં 12 લોકોના મોત થયા છે.

leopard killed 12 people in Gir
author img

By

Published : Oct 20, 2019, 5:11 AM IST

ગીર પંથકના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓ બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકની સીઝન ચાલી રહી હોવાથી ખેતરોમાં મજૂરોની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

ગીર વિસ્તારમાં દીપડાઓનો હાહાકાર, એક મહિનામાં 12 લોકોના મોત

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, અમરેલીમાં 5, જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 વ્યક્તિઓ દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે. આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે, જો પાછલા એક વર્ષની વાત કરીએતો આ આંકડો ખુબ મોટો છે. હાલ ખેડૂતોને પાકની સીઝન ચાલી રહી છે, ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓમાં પણ દીપડાને લઈને ભય જોવા મળી રહ્યો છે.

વન વિભાગની માહિતી પ્રમાણે, ગીર વિસ્તારમાં અંદાજે 1200 જેટલા દીપડાઓ છે. આ દીપડાઓ દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવે છે. જે પૈકી 10 ટકા લોકોના આ હુમલામાં મોત પણ થતા હોય છે. ઉલ્લેખનીય છે કે, દીપડાની વસ્તી જે પ્રકારે વધી રહી છે તેને લઈને જંગલ વિસ્તાર નાનો પડી રહ્યો છે. જેથી દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે અને તેનો ભોગ ખેડૂતો, મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે.

Intro:ગીર વિસ્તારમાં દીપડાઓએ મચાવ્યો હાહાકાર Body:ગીર વિસ્તારમાં દીપડાઓએ મચાવ્યો હાહાકાર છેલ્લા એક મહિનામાં અમરેલી જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓ દ્વારા કરવામાં આવી રહેલા જીવલેણ હુમલાના બનાવો અચાનક વધી રહ્યા છે જેમાં પાછલા એક મહિનામાં અમરેલીમાં 05 જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 04 જેટલા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે

ગીર પંથકના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડાઓ હવે બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં પણ હુમલાને લઈને હવે ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે ચોમાસુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે ખેતરોમાં મજૂરોની સંખ્યા પર વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે દીપડાઓ દ્વારા કરવામાં આવતા હૂમલાને લઈને હવે ગામ લોકોમાં પણ ભયની સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

છેલ્લા એક મહિનામાં ગીર વિસ્તરામાં આવેલા જિલ્લાઓ અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ તો અમરેલીમાં 05 જૂનાગઢમાં 03 અને ગીર સોમનાથ જિલ્લામાં 04 જેટલી વ્યક્તિઓ દીપડાના હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે જો પાછલા એક વર્ષની વાત કરીએતો આ આંકડો ખુબ મોટો જોવા મળી શકે તેમ છે હાલ ખેડૂતોની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને ખેતરમાં કામ કરતા મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓના લોકોમાં પણ હવે દીપડાને લઈને ભારે ભય જોવા મળી રહ્યો છે

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગીર વિસ્તારમાં અંદાજિત 1200 જેટલા દીપડાઓ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ દીપડાઓ દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવતા હોવાનું વન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે જે પૈકી 10 ટકા લોકોના આ હુમલામાં મોત પણ થતા હોવાનું વન વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે દીપડાની વસ્તી જે પ્રકારે વધી રહી છે તેને લઈને જંગલ વિસ્તાર નાનો પડી રહ્યો હોવાનું પણ માનવામાં આવે છે જેને કારણે દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે જેનો ભોગ ખેડૂતો ખેતરમાં કામ કરતા મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે

બાઈટ - 01 ડી.ટી.વસાવડા વન સંરક્ષક જૂનાગઢ Conclusion:દીપડાના વધી રહેલા હુમલાને લઈને ગામ લોકોમાં ભયની સાથે રોષનો માહોલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.