ETV Bharat / city

Koli Politics in Saurashtra : ચૂંટણી દેખાતાં જ કોળીસમાજનું પ્રભુત્વ યાદ કરાવતાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા - Devji Fatehpara aggrieved To BJP

સૌરાષ્ટ્રમાં મહત્ત્વના ગણાતાં કોળીસમાજના ધરખમ નેતાઓ કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાએ ભાજપ સમક્ષ નારાજગી જતાવી છે. 2022નું વર્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) વર્ષ છે. ત્યારે કોળી સમાજમાં રાજનીતિક હલચલો (Koli Politics in Saurashtra ) તેજ બની ગઈ છે.

Koli Politics in Saurashtra : ચૂંટણી દેખાતાં જ કોળીસમાજનું પ્રભુત્વ યાદ કરાવતાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા

author img

By

Published : Jan 6, 2022, 7:40 PM IST

Updated : Jan 6, 2022, 8:48 PM IST

જૂનાગઢઃ વર્ષના અંત સુધીમાં ક્યારેય પણ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. ચૂંટણી પૂર્વે ધીરે ધીરે રાજકીય સોગઠાબાજી ગોઠવાઇ રહી હોય તે પ્રકારની ચહલપહલ હવે કોળી સમાજમાં (Koli Politics in Saurashtra ) પણ જોવા મળી રહી છે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા અને હાલ ભાજપમાં કામ કરી રહેલા કુંવરજી બાવળિયા અને દેવજીભાઈ ફતેપુરાએ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઇને સવાલો ઉભા કર્યા છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મતદારોએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકસભામાં ભાજપની સાથે રહેલા કોળી મતદારો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોવા મળ્યાં હતાં. ત્યારે હવે કોળી સમાજના યોગ્ય પ્રતિનિધિત્વને લઈને કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાએ ભાજપ સામે સવાલો ઉભા કર્યા છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને ઉઠી માગ

વર્ષ 2022 ના અંત સુધીમાં ગુજરાતની નવી વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) પૂર્ણ થઇ ચૂકી હશે અને અને વિધાનસભા કામ કરતી જોવા મળશે. ત્યારે ચૂંટણી પૂર્વે જ્ઞાતિ જાતિનું રાજકારણ વધુ એક વખત ચૂંટણીના વર્ષમાં ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. થોડા સમય પૂર્વે પાટીદાર સમાજે રાજ્યના મુખ્યપ્રધાનને લઈને જે માગ કરી હતી તેને કારણે સત્તાધારી પક્ષ ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને પાટીદાર મુખ્યપ્રધાન બનાવ્યા હતાં. ત્યારે હવે ગુજરાતની વિધાનસભાની ચુટણીના સમયે સૌથી મહત્વનો અને સૌથી વધારે મતદારો ધરાવતો કોળી સમાજ પણ ભાજપમાં પ્રતિનિધિત્વને લઈને સામે આવી (Koli Politics in Saurashtra )રહ્યો છે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજી બાવળિયા અને દેવજીભાઈ ફતેપરા હાલ ભાજપમાં કામ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે જ બન્ને સિનિયર આગેવાનો ભાજપમાં કોળી સમાજને યોગ્ય નેતૃત્વ નથી મળતું. તેને લઈને સામે આવ્યા છે પ્રદેશ ભાજપ પ્રમુખે પણ ગઈકાલે સંગઠનમાં કામ કરતાં કોળી સમાજના અગ્રણી અને કુંવરજી બાવળિયા (Kunwarji Bawliya aggrieved To BJP) સાથે સમાજની બેઠક કરી હતી જેમાં પણ વિરોધનો સુર જોવા મળ્યો અને દેવજીભાઈ ફતેપરાએ તેમની નારાજગી (Devji Fatehpara aggrieved To BJP) વ્યક્ત કરી હતી.

કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને ઉઠી માગ

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ઠાકોર કોળી સમાજનો છે દબદબો

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં કોળી સમાજના મતદારોનો દબદબો વર્ષોથી કાયમ છે જે આજે પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણીના વર્ષમાં કોળી સમાજે ભાજપમાં નેતૃત્વને (Koli Politics in Saurashtra )લઇને જે સવાલો ઉભા કર્યા છે તે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભાજપે તાબડતોબ બેઠક બોલાવીને કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને ખુલાસો કરવો પડ્યો તે કોળી સમાજનું અને ખાસ કરીને સૌરાષ્ટ્રની 50 કરતાં વધુ વિધાનસભા બેઠક પર દબદબો સાબિત કરી આપે છે. ભાજપ 182 વિધાનસભા જીતવાને લઇને આગળ વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં કોળી સમાજનો રોષ ભાજપના 182ના મનસુબા પર હેન્ડ બ્રેક લગાવી શકવા માટે સમર્થ હોવાનું ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ જાણી ચૂક્યા છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) કોળી સમાજનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ કરતા ભાજપને વધુ નુકસાન કરી શકે તેવું વિરોધના સૂર પરથી લાગી રહ્યું છે.

ભાજપના દબદબાવાળી સીટ ગત વિધાનસભામાં કોંગ્રેસે કરી હતી કબજે

અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી વર્ષોથી ચૂંટાતા આવતા હતાં. આ બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેરે હીરાભાઈ સોલંકીને સજ્જડ પરાજય આપ્યો હતો. આ પરાજય ભાજપ માટે આજે પણ સમજવો ખુબ મુશ્કેલ છે. તેવી જ રીતે સોમનાથ વિધાનસભા બેઠક પર પણ ભાજપના દિગ્ગજ નેતા જસાભાઇ બારડનો કોંગ્રેસના યુવાન કોળી ઉમેદવાર વિમલ ચુડાસમા સામે સજ્જડ પરાજય થયો હતો. આ બંને બેઠક ભાજપના દબદબાવાળી હતી અને આ બંને બેઠક પર કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક હતાં. આવી પરિસ્થિતિમાં આ બંને બેઠક કોંગ્રેસે જીતીને કોળી સમાજના મતદારો તેમના તરફથી છે તેવું વર્ષ 2017માં સાબિત પણ કરી આપ્યું હતું. હવે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વખત ભાજપના સિનિયર આગેવાનો દ્વારા કોળી સમાજને (Koli Politics in Saurashtra ) યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળવાને લઈને સવાલો ઉભા કર્યા છે તેને લઈને ભાજપની ચિંતા (Gujarat Assembly Election 2022) વધી શકે છે.

આ પણ વાંચોઃ કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને પ્રધાનપદમાંથી બાદબાકી કરવાની અટકળો

સોરઠની કોળી મતદારો ધરાવતી સીટો પર કોંગ્રેસનો દબદબો

સોરઠની વિધાનસભા બેઠકો પર કોળી સમાજના દબદબાવાળી સીટો પર આજે પણ કોંગ્રેસનો કબ્જો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાની રાજુલા ગીર-સોમનાથ જિલ્લાની ઉના સોમનાથ કોડીનાર અને તાલાલા જૂનાગઢ જિલ્લાની માંગરોળ કોંગ્રેસ પાસે તો કેશોદ બેઠક ભાજપ પાસે છે. વધુમાં જિલ્લાની વિસાવદરને બાદ કરતા તમામ સીટો પર કોળી મતદારો (Koli Politics in Saurashtra ) કોઈપણ સમયે નિર્ણાયક બની શકે છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણીના વર્ષમાં કોળી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું તેવા વિરોધ સાથે કુવરજી બાવળીયા અને દેવજી ફતેપરા સામે આવ્યાં છે તેને લઈને ભાજપના 182ના અભિયાનને (Gujarat Assembly Election 2022) ધક્કો લાગી શકે છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે હજુ પણ જ્ઞાતિ અને જાતિના સમીકરણમાં જોવા મળી શકે છે ઉભરો

વિધાનસભાની ચૂંટણીઓને હજુ ત્રણથી ચાર મહિના જેટલો સમય બાકી છે આવી પરિસ્થિતિમાં જ્ઞાતિ અને જાતિનું સમીકરણ રાજકારણમાં ઉભરો લાવી શકે છે. પાટીદાર બાદ કોળી સમાજની માંગણી રાજકીય સમીકરણને (Gujarat Assembly Election 2022) ડામાડોળ કરવા માટે પૂરતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર મતદારોની સરખામણીએ કોળી સમાજના મતદારોની (Koli Politics in Saurashtra ) સંખ્યા સવિશેષ છે. આવી પરિસ્થિતિમાં ભાજપ કોંગ્રેસ કે કોઇપણ રાજકીય પક્ષ માટે કોળી સમાજને નજર અંદાજ કરવો ખૂબ જ નુકશાનીનો સોદો બની શકે છે. હાલ કોળી સમાજની માગણીઓથી ભાજપના રાજકારણમાં ઉભરો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસમાં પણ સર્જાઇ શકે છે. નવા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીમાં પણ કોળી સમાજ ટિકીટની માગણી કરી શકે છે. આપ ફાયદામાં એટલા માટે રહેશે કે તેની પાસે કોઈ મોટો નેતા કે કોઈ કાર્યકર નહીં હોવાને કારણે ટિકીટની માગણી અને ટિકિટની ફાળવણી આપ માટે સરળ રહેશે.

આ પણ વાંચોઃ કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડુ, રાજકોટ જિ.પં.ની બે બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપના સૂપડા સાફ

ચુવાળીયા અને તળપદા કોળી ભાજપ કોંગ્રેસ અને તમામ રાજકીય પક્ષો માટે છે મહત્વના

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં તળપદા અને ચુવાળીયા કોળી ખૂબ મહત્વના બનતા રહ્યાં છે. આ બંને કોળી સમાજના મતદારોને નિરાશ કરવા ભાજપ અને કોંગ્રેસ બંને માટે નુકશાનીનો સોદો છે. આવા સમયે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજી બાવળીયા તળપદા કોળી સમાજ અને દેવજીભાઈ ફતેપરા ચુવાળીયા કોળી સમાજનું પ્રતિનિધિત્વ (Koli Politics in Saurashtra ) કરે છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ એક નેતાની અવગણના અથવા તો તેની માગને નજર અંદાજ કરવી ચૂંટણીના વર્ષમાં (Gujarat Assembly Election 2022) કોઈ પણ રાજકીય પક્ષને પાલવે તેમ નથી. ત્યારે કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાએ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જે માગ કરી છે તે હજુ પણ આગળ વધી શકે છે.

Last Updated : Jan 6, 2022, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.