- જૂનાગઢ સાઈબર ક્રાઈમ સેલમાં મહિલા જ્યોતિષ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- યુવતીના પ્રેમી સાથે લગ્ન થશે તેની દોરા ધાગાની વૃત્તિ કરીને યુવતી સાથે કરી છેતરપિંડી
- અંતે યુવતીને મહિલા જ્યોતિષ છેતરતી હોવાની જાણ થતા સાયબર ક્રાઇમમાં નોંધાવી પોલીસ ફરિયાદ
- જૂનાગઢની યુવતી અમદાવાદ રહેતી હતી ત્યારે તેને એક યુવક સાથે થયો હતો પ્રેમ
જૂનાગઢઃ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અનોખી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જૂનાગઢના ભાટિયા ધર્મશાળા રોડ પર રહેતી યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપવાના સપના બતાવી દોરા ધાગા કરીને મહિલા જ્યોતિષે તેને છેતરી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી હતી. જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. મૂળ જૂનાગઢની યુવતી વર્ષ 2020માં અમદાવાદની ખાનગી કંપનીના નોકરી કરતી હતી. તે દરમિયાન તેને અમદાવાદના એક યુવક સાથે પ્રેમ થતા જતા સમગ્ર મામલાને લઈને યુવતી મહિલા જ્યોતિષના શરણે જઈ હતી, જ્યાં તેને છેતરવામાં આવી હોવાની ફરિયાદ દાખલ થઈ છે
યુવતી અમદાવાદથી જૂનાગઢ આવ્યા બાદ જ્યોતિષના ચક્કરમાં ફસાઈ હતી
કોરોનાના કારણે ખાનગી કંપનીમાંથી યુવતીને છૂટી કરતા તે જૂનાગઢ પરત ફરી હતી. આ સમય દરમિયાન યુવતી અને અમદાવાદમાં રહેતો તેનો પ્રેમી ટેલિફોનિક સંપર્ક સતત થતો જોવા મળતો હતો ત્યારે યુવતીએ તેના પ્રેમી સમક્ષ લગ્નની વાત કરતા પ્રેમીએ લગ્ન નહીં થઈ શકે તેવી વાત કહી હતી. આ વાત કરતા યુવતીએ સોશિયલ મીડિયામાં લેડી એસ્ટ્રોલોજી મંડળ નામના એકાઉન્ટમાં મહિલા જ્યોતિષ પાસે સમગ્ર મામલાનો ઉકેલ લાવવા સંપર્ક કર્યો હતો ત્યારબાદ યુવતી સાથે સતત છેતરપિંડી થઈ રહી હતી.
આ પણ વાંચો- અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો
સમગ્ર મામલો 25 જુલાઈથી લઈને 22 સપ્ટેમ્બર 2020 સુધી બન્યો હતો
યુવકે યુવતીને લગ્નની ના પાડતા સોશિયલ મીડિયા પર મહિલા જ્યોતિષનો 25 જુલાઈએ સંપર્ક કરવામાં આવ્યો હતો. તે દિવસે મહિલા જ્યોતિષે યુવતી પાસે 2,000 રૂપિયા જમા કરાવવાનું કહેતા જૂનાગઢની યુવતીએ તે રકમ આપી હતી. ત્યારબાદ મહિલા જ્યોતિષે અનેક વખત યુવતી પાસેથી પ્રેમીને વશમાં કરવાની વિધિના બહાને 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ યુવતીનો પ્રેમી યુવતી સાથે લગ્ન કરવા તૈયાર ન થતા યુવતી મહિલાએ જ્યોતિષના ચક્કરમાં ફસાઈને રૂપિયા ગુમાવ્યા છે તેવું ભાન થતાં અંતે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે
સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાજાએ યુવતીની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ મહિલા જ્યોતિષની સાથે બંધના ભારદ્વાજ આકાશ ભાર્ગવ અને અભિષેક શર્મા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહિલા જ્યોતિષના કહેવા મુજબ, જૂનાગઢની યુવતીએ આ ત્રણેય વ્યક્તિઓના બેન્ક ખાતામાં 2 મહિનાના સમયગાળા દરમિયાન અંદાજિત 6 લાખ કરતા વધુની રકમ જમા કરાવી હતી. ભોગ બનેલી યુવતીની પોલીસ ફરિયાદને આધારે જૂનાગઢ સાઈબર ક્રાઈમ પોલીસે મહિલા જ્યોતિષની સાથે તેમના સાગરીતો સામે પણ પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.