જૂનાગઢ : સોશિયલ મીડિયામાં સીન જમાવવા માટે (video went viral on social media) જૂનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હર્ષ દાફડા નામના યુવાને રાયજીબાગ સ્થિત જાહેર માર્ગ પર હાથમા રિવોલ્વર રાખીને બુલેટ ચલાવતો હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video of firing went viral) કર્યો હતો.
આ પણ વાંચો: પ્રેમીકા સાથે મળી ચલાવી લૂંટ: વેલેન્ટાઈનના બે દિવસ પહેલા જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા
વીડિયોમાં દેખાતા યુવાનની જુનાગઢ પોલીસે ધરપકડ કરી
વીડિયો વાઇરલ થતાં તેમાં દેખાતા યુવાનની જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આ યુવાન જૂનાગઢનું હોવાનું અને શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થતા જૂનાગઢ પોલીસે વીડિયોમાં દેખાતા હર્ષ નામના યુવાનની મેઘાણીનગર ખાતેથી બુલેટ, રિવોલ્વર અને મોબાઈલ સાથે ધરપકડ કરીને સોશિયલ મીડિયામાં સીન જમાવવા માટે વાઈરલ કરેલા વીડિયોમાં યુવાનનો સીન બગાડી નાખ્યો હતો.
સોશિયલ મીડિયામાં સીન જમાવવા યુવાનો અવળા રસ્તે વળી રહ્યા છે
સોશિયલ મીડિયામાં સીન જમાવવા માટે ફાટકા બનીને યુવાનો અવળા રસ્તે વળી રહ્યા છે, જેમાં જોખમી પ્રકારના સ્ટન્ટ અને ગેર કાયદેસર રીતે હથિયાર અને અન્ય ઘાતક વસ્તુઓ સાથે રાખીને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. આ પ્રકારનું આંધળું અને ખતરનાક વળગણ યુવાપેઢીને બરબાદ કરી રહ્યું છે. યુવાનોના મગજમા ચડેલો સોશિયલ મીડિયાનો નશો જુનાગઢ પોલીસે હર્ષ દાફડા નામના યુવાનના મગજમાંથી ઉતારી દઇને તેની હથિયાર સાથે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓને ATS દ્વારા કોર્ટમાં રજૂ કરાયા
લાઇસન્સ વાળા કાયદેસર હથિયાર રાખનાર વાલીઓ પણ બની રહ્યા છે બેફિકર
હર્ષ પાસેથી પોલીસે જે રિવોલ્વર કબજે કરી છે, તેની તપાસ કરતા રિવોલ્વર હર્ષ દાફડાના પિતા મનસુખ દાફડાની હોવાનો અને તે કાયદેસર અને લાઇસન્સવાળી હોવાનું બહાર આવ્યું છે. કાયદેસર અને હથિયાર રાખવાની પરમિશન ધરાવતા વાલીઓ પણ પોતાના ઘરમાં ખૂબ ઘાતક કહી શકાય અને કોઈનો જીવ લેવા માટે પૂરતા છે, તેવા હથિયારો ઘરમાં ખુલ્લેઆમ રાખીને જતા રહેતા હોય છે, જેનો ઉપયોગ તેમના સંતાનો કરતા સામે આવ્યા છે, આવી પરિસ્થિતિમાં કાયદેસર હથિયાર ધરાવતા તમામ વડીલો પોતાના હથિયારને લઈને જવાબદારીઓ સમજે તો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ કરવાના નશામાં આવા યુવાનો કાયદેસર હથિયાર ગેરકાયદેસર રીતે સાથે લઈને ન નીકળે તો પણ સામાજિક બદીઓને રોકી શકવામાં ખૂબ મોટી સફળતા મળી શકે છે.