ETV Bharat / city

સત્તા અને શહેરીજનો વચ્ચે ફરી બન્યો ધરણા માર્ગ, પોલીસે કરી આંદોલનકારીની અટકાયત - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનટ

જૂનાગઢના મધુરમ, ટીંબાવાડી તેમજ મોતીબાગના રહીશો દ્વારા ખખડધજ માર્ગોને લઈને પાછલા ત્રણ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. જૂનાગઢના શહેરીજનોએ આપેલી સમયમર્યાદામાં કામ શરુ ન થતા લોકો વિફર્યા હતા. તે પ્રમાણે કામ શરુ ના થતા શહેરીજનો દ્વારા સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પર ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. Madhuram Timbawadi and Motibag Residents Junagadh, Junagadh Residents Road Damage Protest

સત્તા અને શહેરીજનો વચ્ચે ફરી બન્યો ધરણા માર્ગ, પોલીસે કરી આંદોલનકારીની અટકાયત

author img

By

Published : Sep 1, 2022, 8:30 PM IST

જૂનાગઢ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો સામે મધુરમ, ટીંબાવાડી તેમજ મોતીબાગના રહીશો (Madhuram Timbawadi and Motibag Residents Junagadh) દ્વારા ખખડધજ માર્ગોને લઈને પાછલા ત્રણ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે શહેરીજનોએ આપેલી સમય મર્યાદામાં (Construction of New Road Deadline Junagadh) કામ શરૂ ન થતા ફરી એક વખત શહેરીજનો વિફર્યા હતા. ટીંબાવાડી નજીક માર્ગ પર ધરણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એક્શનમાં આવેલી પોલીસે ધરણા કરી રહેલા શહેરીજનોના અગ્રણી નેતા તુષાર સોજીત્રાની અટકાયત કરીને માર્ગને ખુલ્લો કર્યો હતો.

આજે શહેરીજનોએ આપેલી સમય મર્યાદામાં કામ શરૂ નહીં થતા ફરી એક વખત શહેરીજનો વિફર્યા હતા અને ટીંબાવાડી નજીક માર્ગ પર ધરણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો

સત્તા અને શહેરીજનો વચ્ચે ફરી બન્યો ધરણાનો માર્ગ જૂનાગઢમાં પાછલા કેટલાક સમયથી ખરાબ માર્ગોને લઈને મધુરમથી મોતીબાગ સુધીના શહેરી જેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પૂર્વે પર આ વિસ્તારના લોકો દ્વારા સ્થળ પર ચક્કાજામ કરી દેવાયું હતું.

આ પણ વાંચો રસ્તાનું રાજકારણ : ચોમાસુ નજીક આવતાં વિપક્ષનો વાર, શાસકનો વળતો પ્રહાર

કોર્પોરેશનના સત્તાધિશોને આવેદનપત્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Junagadh Municipal Corporation) સત્તાધિશોને (Junagadh Municipal Corporation Authorities) આવેદનપત્ર આપ્યું હતું. નવા માર્ગ શરૂ કરવાની લઈને ત્રણ દિવસની સમયમર્યાદા આપી હતી, પરંતુ આજદિન સુધી મધુરમથી મોતીબાગ સુધીના નવા માર્ગનું કામકાજ (New road work Junagadh) જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું ન હતું. જેને લઈને ફરી એક વખત આજે આ વિસ્તારના રહીશો દ્વારા સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પર ચક્કાજામનો (Road Damage Protest blocked roads) કાર્યક્રમ આપ્યો હતો. પોલીસ એક્શનમાં આવીને આંદોલન કરી રહેલા શહેરીજનોના નેતા તુષાર સોજીત્રાની અટકાયત કરીને માર્ગને ખુલ્લો કર્યો હતો.

કોર્પોરેશનના સત્તાધિશો અને શહેરીજનો સામ સામે ચોમાસા દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા માર્ગો ખૂબ જ ખખડધજ બની જતા હોય છે. જેને લઈને જે તે વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેક ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગના સમારકામ કે માર્ગનું નવીનીકરણ હાથ નહીં ધરાતા લોકો આંદોલનનો સહારો લઈ રહ્યા છે. મધુરમથી મોતીબાગ સુધીનું આંદોલન પાછલા એક અઠવાડિયાથી ચાલુ છે. તેમ છતાં હજુ માર્ગનું સમારકામ કે નવીનીકરણ ન થતા લોકોની ધીરજ આજે ખુટી હતી.

બહેરા કાને શહેરીજનોની રજૂઆત જૂનાગઢ સોમનાથ માર્ગ (Junagadh Somnath Road) પર ચક્કાજામ કરીને વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. આંદોલનકારી અને શહેરીજનો માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે. સતત ખરાબ થઈ રહેલા માર્ગોના સમારકામને લઈને અનેક વખત કોર્પોરેશનના સત્તાધીશોને રૂબરૂ રજૂઆત કરી છે. શહેરીજનોની રજૂઆત નહીં સંભળાતા લોકોને અંતે માર્ગ પર ઉતારવાની ફરજ પડી છે. લોકો હવે તેના અધિકારોને લઈને સ્વયમ લડાઈ શરુ કરશે. તેવો આકરો મિજાજ શહેરીજનોના પ્રતિનિધિ તુષાર સોજીત્રાએ આજે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો Rain in Junagadh: ખખડધજ રોડરસ્તાની કિંમત ચૂકવી રહ્યા છે વાહનચાલકો

રીપેરીંગથી લઈને નવીનીકરણ સુધીનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (Standing Committee Chairman) હરેશ પરસાણાએ ઇટીવી ભારત સમક્ષ કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં માર્ગોના નવીનીકરણ અને રીપેરીંગનું કામ આગામી દિવસોમાં શરૂ થશે. હાલ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. આવી પરિસ્થિતિમાં વરસાદની વચ્ચે રોડ પર ડામર કામ કરવું શક્ય નથી. આગામી દિવસોમાં જૂનાગઢના મોટાભાગના તમામ માર્ગો પર રીપેરીંગથી લઈને નવીનીકરણ સુધીનો નિર્ણય કોર્પોરેશને લઈ લીધો છે. તે માટેના કામોના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, પરંતુ વરસાદને લઈને આજે કામ શરૂ થયું નથી. જે આગામી 24 કલાક બાદ યુદ્ધના ધોરણે શરૂ કરાશે અને નવરાત્રીના તહેવારો પહેલા જ જૂનાગઢના લોકોને માર્ગની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવો ભરોસો તેમણે ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.