તેલંગાણાના હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેને લઈને સૌ કોઈ ચિંતિત હતા. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સામેલ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. જેથી સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસના કદમની પ્રસંસા કરી છે.
જાતીય દુષ્કર્મની ઘટનાને બનવા પાછળ સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ માધ્યમોને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે ચલચિત્રોથી લઈ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પીરસવામાં આવતું નિમ્ન કક્ષાનું સાહિત્ય આજે આ દેશની પ્રાચીન સંસ્કૃતિને નુકસાન કરી રહ્યું છે. સાથે જ દાવો કર્યો કે, જો આવું સાહિત્ય દૂર રાખવામાં આવે તો ભારતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ પર અંકુશ લાગી જશે.