ETV Bharat / city

જુનાગઢના યુવાનોને લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને જુનાગઢ પોલીસ પકડી પાડી - લુંટેરી દુલ્હન

જૂનાગઢના યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હન સાથે 5 આરોપીઓને જૂનાગઢ પોલીસે પકડી પાડી છે. પકડાયેલા આરોપીઓ ભરત રાજગોર અને અનિરુદ્ધસિંહ આ પ્રકારનું રેકેટ ચાલવતા હોવાની હકીકત જૂનાગઢ પોલીસને મળતા પોલીસે છટકું ગોઠવીને લુંટેરી દુલ્હન સહિત 6 આરોપીને પકડીને ધોરણસરની કાર્વયાહી હાથ ધરી છે.

છેતરપિંડી કરતી ગેંગના સભ્યો
છેતરપિંડી કરતી ગેંગના સભ્યો
author img

By

Published : Mar 17, 2021, 12:00 PM IST

  • જૂનાગઢના યુવાન સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી લુંટેરી દુલ્હને
  • લુંટેરી દુલ્હન સાથે 5 આરોપીઓને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા
  • લગ્ન કર્યા બાદ માલમત્તા લઈને ફરાર થઇ જતી હતી ગેંગને

જૂનાગઢ : લગ્ન વાંછુક યુવકોને છેતરનારી લુંટેરી દુલ્હન સાથે અન્ય 4 વ્યક્તિઓને જૂનાગઢ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના આંબલિયા ગામના એક લગ્ન વાંછુક યુવકને જાળમાં ફસાવીને તેની સાથે અંદાજિત 3 લાખ કરતા વધુના દાગીના અને રોકડ રકમની છેતરપિંડી કરીને લુટેરી દુલ્હન પલાયન થઇ ગઇ હતી. આંબલિયા ગામના પટેલ યુવકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાજકોટના પોપટપરા વિસ્તરામાં આરોપીઓ હોવાની શક્યતાને પગલે તપાસ હાથ ધરી હતી.

લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને જુનાગઢ પોલીસ પકડી પાડી

આ પણ વાંચો : રાજસ્થાનના બાંસવાડામાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા

પોલીસે છટકું ગોઠવીને ગેંગનો પર્દાફાશ કર્યો
જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં ભરત રાજગીર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુંટેરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલી અને તેની માતા ધનુબેન કુબેરનગર છારામ માંની ચાલી અમદાવદ તેમજ અનિરુદ્ધસિંહ ભાવનગર માં રહેતા હતા. તેઓ રાજકોટ મુકામે જવા રવાના થયા હતા. રાજકોટ આવતાની સાથે પોલીસે તમામને પકડી પાડ્યા હતા અને સમગ્ર લૂંટેરી ગેંગનો પર્દાફાશ થયો હતો. લગ્ને લગ્ને કુંવારી ભગવતી ઉર્ફે અંજલી અને અન્ય 5 આરોપીઓને જૂનાગઢ પોલીસ મથકમાં લાવીને આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટમાંથી લૂંટેરી દુલ્હન ગેંગના બે આરોપી ઝડપાયા

ભાવનગરના 15 જેટલા યુવાનો સાથે આ લુંટેરી દુલ્હન ગેંગે લૂંટ કરી
પોલીસની પૂછપરછમાં લુંટેરી દુલ્હન સહિત 4 આરોપીઓ અગાઉ પણ કેટલાક યુવાનોને લગ્નની લાલચ આપીને માલમત્તા લૂંટવામાં સફળ થયા છે. પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા અમદાવાદ અને ભાવનગરના 15 જેટલા યુવાનો સાથે આ લુંટેરી દુલ્હન અને તેણીની ગેંગે લૂંટ ચલાવીને ફરાર થઇ જવામાં સફળ રહયા હતા. આંબાલિયા ગામના યુવકે પોલીસમાં ફરિયાદ કરતા યુવકો સાથે લગ્ન કરીને લુંટતી ગેંગને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.