- જૂનાગઢ પોલીસે ( Junagadh police ) લસણ અને તલની ચોરીનો ભેદ ઉકેલ્યો
- ગીર સોમનાથ અને વિસાવદર પંથકના 8 ચોરની ગેંગે ઝડપાઈ
- ચોર ગેંગ પાસેથી 4,47000 કરતાં વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો
જૂનાગઢઃ જૂનાગઢ પોલીસને ( Junagadh police ) આજે મોટી સફળતા મળી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના ખેતરમાં પાછલા કેટલાક સમયથી તલ અને લસણની ચોરી થવાની ઘટનાઓ અવારનવાર બનતી હતી. જેને લઇને ખેડૂતોએ પોલીસને ધ્યાને સમગ્ર મામલો મૂકતા પોલીસ પણ લસણ અને તલ જેવી વસ્તુની ચોરી થવાની ઘટનાને લઇને ચોંકી ઉઠી હતી અને આ દિશામાં ચોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસે ગીર સોમનાથ અને વિસાવદર પંથકની ચોર ગેંગના 8 આરોપીને ( Gang stealing garlic and sesame ) ઝડપી લીધાં હતાં. તેમજ કુલ 4,47,000ના મુદ્દામાલ પણ પકડાયો છે.
મજૂરના સ્વાંગમાં દિવસ દરમિયાન કામ કરીને રાત્રિના સમયે થતી ચોરી
આ ગેંગની (Gang stealing garlic and sesame) આકરી પૂછપરછ દરમિયાન પોલીસને (Junagadh police) ચોંકાવનારી વિગતો મળી હતી. ચોરીમાં સંકળાયેલા તમામ 8 આરોપી તેની આસપાસના વિસ્તારોમાં મજૂર તરીકે ભાગમાં ખેતી રાખીને ખેતમજૂરી કરતાં હતાં. આ દરમિયાન ચોર ગેંગ આસપાસના ખેતરોમાં રેકી પણ કરતાં હતાં અને સમય મળે રાત્રિના સમયે તલ અને લસણની ચોરી (Gang stealing garlic and sesame) કરીને બીજે દિવસે સવારે બજારમાં વેચી નાખતાં હતાં. જેને લઈને ખેડૂતો ખૂબ ચિંતામાં જોવા મળતાં હતાં. પોલીસે પકડેલા તમામ 8 આરોપીઓ પાસેથી 1,10,000 જેટલી રોકડ. 6 જેટલા વાહનો જેની કિંમત 2,80,000 લસણના 21 તેમજ તલના 39 બાચકા મળીને કુલ 4,47000 કરતાં વધુનો મુદ્દામાલ કબજેે કરવામાં જૂનાગઢ પોલીસને (Junagadh police) સફળતા મળી છે
આ પણ વાંચોઃ ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના કુખ્યાત ચોર મંકિમેનનુ પોલીસ કાર્યવાહીમાં મૃત્યું