જૂનાગઢઃ કોરોના સંક્રમણના વધી રહેલા ખતરાને પગલે ગત માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર લોકોની સમસ્યાઓને સાંભળીને તેનું યોગ્ય અને ઝડપથી નિરાકરણ થાય તે માટે આજે પણ કામ કરી રહી છે. કોરોના સંક્રમણ કાળમાં લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ મળી રહે તે માટે સમગ્ર શહેરમાં સતત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું. તો બીજી તરફ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તૈયાર ભોજન વહીવટી તંત્રના અધિકારીઓ જરૂરિયાત મંદ લોકોને તે ભોજન પહોંચાડતા હતાં.
ત્યારબાદ તબક્કાવાર અનલોકના તબક્કામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અછતની વચ્ચે પણ સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમય દરમિયાન કોર્પોરેશનના 15 કરતાં વધુ કર્મચારીઓ જાણે-અજાણે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતાં. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓની અછતની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર ધિરાણ યોજના અંતર્ગત તમામ લોકોને ધિરાણ અંગેની પૂરતી માહિતી અને કાયદાકીય વ્યવસ્થાઓ પણ અહીંથી જોવામાં આવી હતી.
આ ઉપરાંત આધાર કાર્ડ જેવી જરૂરિયાતો વાળી કામગીરી પણ તાકીદે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને લોકોને ધિરાણ મેળવવું હોય તે લોકોનું આધાર કાર્ડ વગર તેનું ધિરાણ અટકે નહી અને તેમને મદદ કરી શકાય.