- મનપા વિસ્તારમાં 1600 હોર્ડિંગ હાલમાં જોવા મળી રહ્યા છે
- હોર્ડિંગ દ્વારા મનપાને એક વર્ષમાં 20 લાખ કરતા વધુની આવક થાય છે
- ચોમાસા દરમિયાન હોર્ડિંગ્સની સતત ચકાસણી કરવામાં આવે છે
આ પણ વાંચોઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ
જૂનાગઢઃ જિલ્લાના જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧૦૦ કરતાં વધુ જાહેરાતના હોર્ડિંગ હાલ અસ્તિત્વમાં જોવા મળી રહ્યા છે. આ સિવાયની કેટલીક ખાનગી સંસ્થાઓ કે જે સરકાર ચલાવી રહી છે તેવા ST બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ કેટલાક હોર્ડિંગ્સ હાલ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશન વિસ્તારમાં જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેના દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વર્ષમાં અંદાજીત ૩૦ લાખ કરતા વધુની આવક થઈ રહી છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો એક સોર્સ માનવામાં આવે છે. મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ચોમાસા દરમિયાન જર્જરિત થયેલા હોર્ડિંગ્સ કોઈ અકસ્માત ન સર્જે તેને લઈને સતત તપાસ કરે છે. જે હોર્ડિંગ્સ જર્જરિત હોય અથવા અકસ્માત થઈ શકે તેવા હોર્ડિંગ્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે છે. ગત વર્ષે 25 જેટલા હોર્ડિંગ્સ આ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર
મનપા વિસ્તારમાં 1500 જાહેરાતના નાના હોર્ડિંગ્સ છે
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1600 કરતાં વધુ હોર્ડિંગ હાલ જોવા મળે છે જે પૈકીના 1500 જેટલા હોર્ડિંગ્સને નાના હોર્ડિંગ્સની કક્ષામાં મૂકવામાં આવે છે. આ હોર્ડિંગ્સ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર લગાવવામાં આવ્યા છે. આ સિવાય મોટા હોર્ડિંગ્સ કે જે 20 ફૂટની મર્યાદામાં હોય છે તેવાં 60 હોર્ડિંગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળે છે. આ સિવાય 30 ફૂટ કરતાં વધુ મોટા છ હોર્ડિંગ્સ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ તમામ હોર્ડિંગ્સ બસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગ્સથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે 20 લાખથી 40 લાખ રૂપિયા સુધીની આવક થતી હોય છે જેને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના એક મજબૂત સોર્સ તરીકે માનવામાં આવે છે.