ETV Bharat / city

જૂનાગઢના ગોરજ ગામે દર્શાવી સામૂહિક જવાબદારીની ભાવના, એક ગ્રામજને જગાવી મદદની મશાલ

જૂનાગઢના ગોરજ ગામે સ્વયંભૂ સામૂહિક જવાબદારી નીભાવવાનો નવો રાહ દર્શાવી અન્યોને પ્રેરણા આપતું કાર્ય કર્યું છે, જેમાં માનવીય સંવેદનાનો પરિચય થઈ રહ્યો છે.

જૂનાગઢના ગોરજ ગામે દર્શાવી સામૂહિક જવાબદારીની ભાવના, એક ગ્રામજને જગાવી મદદની મશાલ
જૂનાગઢના ગોરજ ગામે દર્શાવી સામૂહિક જવાબદારીની ભાવના, એક ગ્રામજને જગાવી મદદની મશાલ
author img

By

Published : Apr 3, 2020, 4:45 PM IST

જૂનાગઢઃ કોરોનાના જંતુનેે ખબર નથી કે તેનો ચેપ ક્યાં અને કોને લાગશે, પણ તેની મારક અસરમાં આજે સમગ્ર વિશ્વ ઝપટે ચડ્યું છે અને લૉક ડાઉનમાં પૂરાઈને આપણે ત્યાં પણ આર્થિક મોરચે કપરાં સમયનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ કરુણ હાલત દાડીયા મજૂરોની છે જેઓ રોજનું કમાઈ રોજ ખાવા પામે છે. આપને ગોરજ ગામની આ ઘટનાની વાત કરીએ છીએ તેમાં એવા વર્ગની મદદે આપોઆપ આખું ગામ આવ્યું તેની પ્રેરણારુપ વાત છે.

જૂનાગઢના ગોરજ ગામે દર્શાવી સામૂહિક જવાબદારીની ભાવના, એક ગ્રામજને જગાવી મદદની મશાલ

આમ તો આપણાં દેશમાં ભૂખ્યાંને ભોજન જે કંઇ આપી શકીએ તે આપવું એવું માનવીય મૂલ્ય સર્વત્ર છે જ. ત્યારે હાલની પરિસ્થિતિમાં તો ગરવા ગિરનારની ભૂમિ જૂનાગઢના માંગરોળ તાલુકાના ગોરજ ગામમાં ખેતરોમાં મજૂરી કરતાં દેવીપૂજક વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં આવી ગયાં હતાં જેમને બે ટંક ખાવાના સાંસા પડી રહ્યાં હતાં. આ જાણીને ગોરજ ગામના પૂર્વ સંરપંચ સંજયભાઈ ડોડીયાનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે પોતે આ ભૂખ્યાંનું પેટ ઠારવાનો સંકલ્પ કર્યો અને તરત જ કામે લાગી ગયાં. તેમને જાણ થઈ કે લગભગ 200 લોકો છે જેમને અન્નની જરુર છે. ત્યારે પોતાના ખર્ચે ગરમાગરમ ફરસાણ, તેલ, દાળ, ઘઉં સહિતની વસ્તુઓ જેટલી તેઓ કરી શકે તેમ હતાં તેની કિટ બનાવી અનેે મજૂરોને વિતરણ કર્યું. આ રીતે તેમણે માનવતાને મહેંકાવતાં આજના કપરા સમયમાં મજૂરવર્ગ માટે મોટો આશરો બની ગયાં છે.

સંજયભાઈની કોશિશ જોઇને ગોરજ ગામના લોકોએ પણ મદદનો હાથ જાતે જ લંબાવ્યો અને નક્કી કર્યું કે ગામના દરેક ઘરમાંથી ઘઉં, ચોખા, દાળ વગેરે એકઠું કરીશું અને આશરે 400-500 કીટ બનાવી જરુરિયાતમંદ મજૂરોને આપીશું જેથી કરીને તેઓ બે ટંકનું ભોજન મેળવી શકે અને કઠિન સમય પાર ઉતારે.

આ ઘટનામાં જોવાનું એ છે કે મનુષ્ય જ મનુષ્યની મદદ કરી શકે છે, કોઇ જંતુ કે જનાવર એ મદદ કરવા આગળ નહી આવી શકે એ સમજીને મદદનો હાથ લંબાવીનેે કપરા સમયનો સામનો કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.